Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યાત્રાધામ દ્વારકાથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે

યાત્રાધામ દ્વારકાથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે
, સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (11:39 IST)
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે યાત્રાધામ દ્વારકાથી વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. જામનગરમાં સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આગમનના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવામાં આવી છે. સાંજે શહેરમાં તેઓ 6 કિમીની નવસર્જન યાત્રા કરી બાદમાં જાહેરસભાને સંબોધશે. તકે કોંગીના દિગ્ગજો સાથે રહેશે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના આગમનને પગલે કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો વહીવટીતંત્ર સ્ટેન્ડ ટુ થયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ સોમવારે દ્વારકાથી કર્યા બાદ રોડ શો સાથે જામનગર પહોંચશે. આ દરમિયાન માર્ગમાં ભાટિયા, ખંભાળિયા, ઝાખર, વસઇ વગેરે સ્થળોએ તેઓનું સ્વાગત કરવામાં આવશે તો જાહેરસભાને પણ સંબોધન કરશે. સાંજે તેઓ જામનગર આવી પહોંચશે. શહેરમાં વૂલનમિલ પાસે તેઓનું કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ રોડ તેઓની નવસર્જન યાત્રા શરૂ થશે. યાત્રા વૂલનમિલ સર્કલ,કલેક્ટર કચેરી, બેડી બંદરથી પંડિત નહેરૂ માર્ગ, ડીકેવી સર્કલ,અંબર સિનેમા થઇ ચાંદી બજાર પહોંચશે. જયાં જાહેરસભાને તેઓ સંબોધન કરશે.રાહુલ ગાંધીના આગમનને પગલે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવામાં આવી છે. રવિવારના રાહુલ ગાંધીના રોડ શો અને જાહેરસભાના માર્ગો પર ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષને આવકારવાની તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. કોંગીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ, અશોક ગહેલોત, ભરતસિંહ, શક્તિસિંહ ગોહિલ વગેરે જોડાશે. કોગ્રેંસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવકારવા કોંગ્રેસ દ્વારા શહેરમાં ઠેર-ઠેર પોસ્ટર અને બેનરો લગાવામાં આવ્યા છે.ખાસ કરીને નવસર્જન યાત્રાના રૂટ પર કોંગીના ઝંડા,પતાકા લગાવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીના આજના કાર્યક્રમની રૂપરેખા
સવારે 10.30 કલાકે મીઠાપુર એરપોર્ટ પર આગમન
સવારે 11 થી 11.30 દ્વારકા જગતમંદિરની મુલાકાત
બપોરે 12.35 થી 1 ભાટિયામાં કાર્યકરો અને સર્મથકો સાથે મિટિંગ
બપોરે 1.40 થી 2.10 હજડાપર ગામમાં મુકામ
બપોરે 2.25 થી 2.45 વડત્રા ગામે પંચાયતના સભ્યો સાથે વાર્તાલાપ
બપોરે 3.15 થી 3.45 ખંભાળિયામાં ખેડૂતો સાથે મિટિંગ
સાંજે 4 થી 4.30 વસઇ ગામે માછીમારો સાથે મિટિંગ
સાંજે 6.45 થી 7.15 જામનગરમાં ચાંદીબજારમાં વેપારીઓ સાથે મિટિંગ
રાત્રીના જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BHUમાં લાઠીચાર્જ વિરોધ - રાજ બબ્બર સહિત અનેક કૉંગ્રેસી નેતાની ધરપકડ