પાસના કન્વીનર અને હાર્દિકના ખાસ એવા દિનેશ બાંભણિયાને ફોન પર ધમકી મળી છે. બાંભણિયાએ દાવો કર્યો છે કે તેને અજાણ્યા નંબર પરથી ધમકી આપવામાં આવી છે. ધમકી આપીને અજાણ્યા શખ્સે કહ્યું છે કે, તારા દીકરાને સ્કૂલથી ઉપાડી જઈશું. કોંગ્રેસ સામે કરેલા વિરોધને પગલે ઉત્તર ગુજરાત સોશ્યિલ મીડિયા કન્વીનર પાસ અભિક પટેલે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, દિનેશભાઈ અને અલ્પેશભાઈ ઉત્તર ગુજરાતના PAAS કન્વીનરો અને ગુજરાતના PAAS કન્વીનરોને કહ્યા વિના આવું પગલું ભરવું એ અયોગ્ય છે.
એવું લાગી રહ્યું છે કે તમે BJP કે NCP ના એજન્ટો બની ને આ કાવતરા કરી રહ્યા છો એ પાટીદાર સમાજ કદી પણ આવા કાવતરાને ચલાવી લેશે નહી. આવું કરીને તમે પાટીદાર સમાજની અસ્મિતા ને ખોટી રીતે દર્શાવી છે, જેને ઉત્તર ગુજરાતના પાટીદારો આ ઘટના ને સખત શબ્દો મા વખોડી કાઢે છે. અભિક પટેલે વધુમાં કહ્યું છે કે દિનેશ ભાઈ અને અલ્પેશ ભાઈ ને 24કલાકનું ઉત્તર ગુજરાત PAAS દ્વારા અલ્ટીમેટમ આપવામા આવે છે કે આવા પગલાં કોના ઇશારે લેવામાં આવ્યા તેનો જાહેરમાં ખુલાશો આપે નહીં તો તેમનો ઉત્તર ગુજરાતનો પાટીદાર સમાજ બહિષ્કાર કરશે.