Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાટીદાર આંદોલનમાં કાર્યક્રમો કરવા કોંગ્રેસના અગ્રણી નેતાઓએ રૃપિયા આપ્યા

પાટીદાર આંદોલન
, શનિવાર, 28 ઑક્ટોબર 2017 (12:03 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર નરેન્દ્ર પટેલની વધુ એક ઓડિયો ક્લીપ આજે વાઈરલ થઈ છે.જેમાં તેણે એવો ઘટસ્ફોટ કર્યો છે કે પાટીદાર અનામત આંદોલનમાં કાર્યક્રમો કરવા કોંગ્રેસ તરફથી રૃપિયા મળ્યા છે.નરેન્દ્ર પટેલે કોઈ સાથે કરેલી વાતચીતમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ભરતસિંહ સોલંકી અને અહેમદ પટેલ તરફથી હાર્દિકને રૃપિયા મળ્યા હતા અને તે સમયે હાર્દિક પટેલ ઉદેપુરમાં હતો.જો કે બીજી બાજુ નરેન્દ્ર પટેલે મીડિયામાં કહ્યું છે કે આ ક્લિપ ખોટી છે અને આ મારો અવાજ નથી.

ભાજપમાં જોડાયા બાદ તરત જ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે એક કરોડમાં સોદો કર્યો હોવાનો ઘટસ્ફોટ કરનાર અને સ્ટિંગ ઓપરેશન બહાર પાડનાર પાસના કન્વીનર નરેન્દ્ર પટેલની ગઈકાલે વરૃણ પટેલ સાથેની ઓડિયો ક્લિપ બહાર આવ્યા બાદ આજે તેણે અન્ય કોઈ સાથે કરેલી વાતચીતની ઓડિયો ક્લીપ વાઈરલ થઈ છે. 
જેમાં જેમાં તે કોઈની સાથે વાતચીતમાં જણાવે છે કે જીલ્લા કોંગ્રેસના પ્રમુખ કિર્તીસિંહ ઝાલા સહિત બે ત્રણ સાથે અમે લોકો બેઠા હતા ત્યારે ભાવેશે દસ હજાર રૃપિયા આપ્યા અને જે લઈને હું સુરત કાર્યક્રમ માટે નીકળી ગયો.ત્રણ દિવસ સુરતમાં સભાઓ કરી અને કાર્યક્રમો બાદ હું આવીને ભાવેશની ઓફિસમાં મળ્યો ત્યારે તેને પુછ્યુ તો કિર્તી સિંહે પુછ્યુ કે શેના દસ હજાર આપ્યા ત્યારે ભાવેશે કીધુ કે અમિત શહના કાર્યક્રમમા વિરોધ કરવા જવુ હતું એટલે આપ્યા છે. ત્યારે કિર્તી સિંહ બોલી ગયા કે ગયા સોમવારે તો ૨૫ લાખ રૃપિયા નરેન્દ્ર પટેલને આપ્યા હતા. મેં કીધું કે ક્યારે ૨૫ લાખ રૃપિયા છે ત્યારે કિર્તીસિંહે કિધુ કે તમને આપ્યા છે કે કેમ ના પાડો છો પછી તેણે તેના મોબાઈલમાં હિસાબ બતાવ્યો .જેમાં મહેસાણા જીલ્લા પંચાયતમાં આવેલી ૭૦ લાખની ગ્રાન્ટમાંથી ૨૫ લાખ રૃપિયા અપાયા હતા.જેમાં મારા નામથી કેરઓફ કરીને ૨૫ લાખ અપાયા હતા.

આ ૨૫ લાખ રૃપિયા પહેલાદજી આપ્યા હતા.પછી પહેલાદજીને કિર્તી સિંહે બોલાવ્યા અને તેમને મેં પુછ્યુ કે મને ક્યારે આપ્યા ૨૫ લાખ,તેમણે કીધું કે તમને નહી આપ્યા પણ અહીંયાથી વિપુલ,લાલ્યો અને મહેશ ૨૫ લાખ લઈ ગયા હતા તમારા નામથી .મને પાર્ટીમાંથી ૨૫ લાખ આપવા કીધુ હતુ.કોંગ્રેસ પક્ષમાંથી ફોન આવે અને આદેશ થાય એટલે અમારે આપી દેવા પડે. કોન કહેવાથી અપાયા તેમાં તમારે નામનું શું કામ છે ? અન્ય એક ક્લિપમાં નરેન્દ્ર પટેલ જણાવે છે કે દિલ્હી અહેમદ પટેલને કીધુ કે એસા હે ને તૈસા હૈ, આનંદીબેન પટેલના કાર્યક્રમમાં વિરોધ કરવા મહિલાઓ ભેગી કરવાની હતી ,પંરતુ ૫ હજાર પુરુષો ભેગા થાય ૫ણ ૫૦૦ મહિલાઓ ભેગી ન થાય.મહિલાઓ ભેગી કરીને વિરોધ કરવાનો કાર્યક્રમ કરવાનો હતો.૩૦ લાખ ખર્ચા હુઆ અને ૨૦ મેન ચુકવા દીયા ૧૦ લાખ બાકી હૈ,મહેસાણામાંથી ફાળો ઉઘરાવીને આપવાના છે, પછી અહેમદ પટેલે જીવારામને ફોન કરીને કીધુ કે દસ લાખ આપી દેજે. અન્ય એક કિલપમાં નરેન્દ્ર પટેલે કહે છે કે ભરતસિંહ સાથે બેઠા હતા ત્યારે મેં ભરતસિંહને કહ્યુ કે હવે તમે કોંગ્રેસ વાળા મદદ કરો કાર્યક્રમો કરવા માટે,હવે તો પાટીદારો પણ પૈસા નથી આપતા.ત્યારે જીવાભાઈ આવ્યા અને ભરતસિંહે જીવાભાઈને કીધુ કે આ છોકરાઓનું પ્રોગ્રામમાં ધ્યાન રાખો, જીવાભાઈ બોલી ગયા કે હું ધ્યાન રાખુ છું મહિલા સંમેલન માટે દસ લાખ રૃપિયા આપ્યા હતા,મને અહેમદભાઈનો ફોન આવ્યો હતો એટલે તે મેં દસ લાખ રૃપિયા આપ્યા હતા.

અન્ય એક ક્લિપમાં નરેન્દ્ર પટેલ કહે છે કે ભરસિંહને હું મળવા જવાનો છું અને પુછીશ કે કોના કહેવાથી દસ લાખ રૃપિયા આપ્યા હતા.ત્યાં તો ખબર પડી કે મારતા ઘોડે વિપુલ,મહેશ અને લાલ્યો ઉદેપુર જવા રવાના થઈ ગયા છે. પછી ૧.૩૫ વાગે મારા પર હાર્દિકનો ફોન આવ્યો ,એણે કીધું કે કાકા તમે પૈસાની બાબતમાં ન પડતા,પૈસા આવી ગયા છે અને મારી પાસે હિસાબ આવી ગયો છે.હાર્દિકનો ફોન આવ્યો એટલે પછી મેં બધુ પડતુ મુક્યું. નરેન્દ્ર પટેલ અન્ય એક ક્લિપમાં એવુ કહે છે કે આ મહિલા સંમેલનના દાતા ભાવેશ હતો તેણે ૫ લાખ રૃપિયા આપ્યા હતા. પરંતુ અમે એવી જાહેરાત કરી હતી કે અમારામાંથી અશોકે આપ્યા છે.કારણકે તે સમયે કોંગ્રેસની જાહેરાત કરાય તેવી ન હતી.કોંગ્રેસનું નામ બહાર આવે તો સમાજમા ખોટો મેસેજ જાય એટલે અશોકે પૈસા આપ્યા છે એવુ જાહેર કર્યુ હતું પરંતુ અશોકને ભાવેશે પૈસા આપ્યા હતા અને અશોકે બધે ચુકવ્યા હતા.

નરેન્દ્ર પટેલની કોંગ્રેસ દ્વારા રૃપિયા અપાયાની ફરતી થયેલી ઓડિયો ક્લિપ બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું કહેવુ છે કે આ વાતોમાં કોઈ તથ્ય નથી.આ સાત મહિના પહેલાની વાત છે.ખરીદ લે વેચનું કામ ભાજપ કરી રહી છે. ફંડ આપવાની વાત વાહિયાત અને ઉપજાવી કાઢેલ છે.આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ. પાટીદાર સમાજ સક્ષમ છે તે બધુ સમજે છે.આવી વાહિયાત વાતો ભાજપ ફેલાવી રહી છે.મારે આવી ક્યાંય કોઈ પણ વાત થઈ નથી. ગુજરાતમાં મારું નામ કોઈ પણ લઈ શકે.હું રાજકીયા પાર્ટીનો અધ્યક્ષ છું આખા ગુજરાતમાંથી મને કોઈ પણ મળવા આવે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navsari News- નવસારીમાં આચારસંહિતા સમયે કારમાંથી 20 લાખ રૂપિયા અને પાઉન્ડના બંડલો ઝડપાયાં