Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમિત શાહે કરી શંકર સિંહ વાઘેલા સાથે મુલાકાત, અનેક રાજનીતિક મતલબ કાઢવામાં આવી રહ્યા છે

અમિત શાહે કરી શંકર સિંહ વાઘેલા સાથે મુલાકાત,  અનેક રાજનીતિક મતલબ કાઢવામાં આવી રહ્યા છે
ગાંધીનગર. , ગુરુવાર, 30 માર્ચ 2017 (16:41 IST)
ક્યારેય બીજેપીના વરિષ્ઠ નેતા રહેલ અને હવે ઘણા વર્ષોથી કોંગ્રેસમાં સામેલ શંકર સિંહ વાઘેલા સાથે બીજેપી અધ્યક્ષ અમિત શાહે મુલાકાત કરી છે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાની પણ હાજર હતા. 
 
વિધાનસભા ચૂંટણી પહેલા થયેલ આ મુલાકાતના અનેક મતલબ કાઢવામાં આવી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવામાં થોડો સમય બચ્યો છે. કોંગ્રેસ આ વખતે જોરશોરથી તૈયારી પણ કરી રહી છે.  તેના અનેક નેતા સીએમ પદની રેસમાં સામેલ છે. 
 
આ રેસમાં શંકર સિંહ વાઘેલાનું નામ સૌથી ઉપર ચાલી રહ્યુ છે. થોડા દિવસ પહેલા જ તેમને દિલ્હી જઈને કોંગ્રેસ હાઈકમાન સાથે મુલાકત પણ કરી છે. ત્યારબાદથી તેમના નામ પર અટકળો વધી રહી છે. જો કે તેમણે સફાઈ પણ આપી હતી કે તેઓ સીએમની રેસમાં સામેલ નથી.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે ગુજરાતમાં ચૂંટણીની તૈયારીમાં લાગ્યા અમિત શાહ, વિધાનસભા સત્રમાં ભાગ લેવા પહોંચ્યા