Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો કેમ ઉજવાય છે ગુડી પડવો ? જાણો તેનુ ધાર્મિક મહત્વ

જાણો કેમ ઉજવાય છે ગુડી પડવો ? જાણો તેનુ ધાર્મિક મહત્વ
, સોમવાર, 1 એપ્રિલ 2024 (15:15 IST)
આપણા દેશમાં બધા પ્રકારના તહેવારોનુ મહત્વ છે. જ્યા એક બાજુ હોળી દિવાળી મુખ્ય તહેવારોના રૂપમાં આખા દેશમાં સમાન રૂપથી ઉજવાય છે તો બીજી બાજુ એવો પણ તહેવાર છે જે ભારતના થોડાક જ ક્ષેત્રોમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે.  આ જ તહેવારોમાંથી એક છે ગુડી પડવો. આ મુખ્ય રૂપે મહારાષ્ટ્રમાં ઉજવાય છે. તેને સંવત્સર પડવો પણ કહેવાય છે. ગુડી પડવો મુખ્ય રૂપથી ચૈત્ર મહિનાની નવરાત્રિ તિથિની પ્રતિપ્રદાના દિવસે ઉજવાય છે. હિન્દુ કેલેંડરના મુજબ નવ વર્ષની શરૂઆત પણ આ દિવસે થાય છે. આ વર્ષે ગુડી પડવો 9 એપ્રિલ શનિવારના દિવસે ઉજવાશે અને આ જ દિવસથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત પણ થશે. 
 
ગુડ પડવો મુખ્ય રૂપથી મરાઠી સમુહમાં પણ ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. આ પર્વને ભારતના જુદા જુદા સ્થાનોમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. ભારતના જુદા જુદા પ્રદેશમાં તેને ઉગાદી ચેટી ચાંદ અને યુગાદી જેવા  અનેક નામોથી ઓળખાય છે. આ દિવસે ઘરને સ્વસ્તિકથી સજાવવામાં આવે છે. જે  હિન્દુ ધર્મમાં સૌથી શક્તિશાળી પ્રતિકોમાંથી એક છે. આ સ્વસ્તિક હળદર અને સિંદૂરથી બનાવાય છે. આ દિવસે મહિલાઓ પ્રવેશ દ્વારને અનેક અન્ય રીતે સજાવે છે અને રંગોળી બનાવે છે. એવુ કહેવાય છે કે ઘરમાં રંગોળી નકારાત્મકતાને દૂર કરે છે. આવો જાણીએ ગુડ પડવાના ઈતિહાસ  અને તેની સાથે જોડાયેલ  કેટલાક રોચક તથ્યો વિશે... 
 
ગુડ પડવાનુ મહત્વ 
 
ગુડી પડવો વિવિધ સ્થળોએ અલગ અલગ રીતે ચિહ્નિત થયેલ છે. ઘણી જગ્યાએ તેને નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માંડના સર્જક બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી હતી. એક માન્યતા અનુસાર સતયુગની શરૂઆત પણ આ દિવસથી જ થઈ હતી. બીજી બાજુ મહારાષ્ટ્રમાં તેને ઉજવવાનું કારણ યુદ્ધમાં મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની જીત છે. એવું માનવામાં આવે છે કે યુદ્ધમાં તેમની જીત પછી, ગુડી પડવાના તહેવારની ઉજવણી થવા લાગી. ગુડી પડવાને રવિ પાકની લણણીનું પ્રતીક પણ માનવામાં આવે છે.
 
ગુડી પડવાનો ઈતિહાસ 
 
 
હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ એવુ માનવામાં આવે છે કે ગુડી પડવાના દિવસે ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી હતી. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આ દિવસે બ્રહ્માજીએ દિવસ, સપ્તાહ, મહિનાઓ અને વર્ષોનો પરિચય કરાવ્યો હતો. ઉગાદિને સૃષ્ટિની રચનાનો પ્રથમ દિવસ માનવામાં આવે છે અને આ કારણથી ગુડી પડવા પર ભગવાન બ્રહ્માની પૂજા કરવાનો નિયમ છે. કેટલાક લોકો એવું પણ માને છે કે આ દિવસે ભગવાન શ્રી રામ વિજય મેળવીને અયોધ્યા પાછા ફર્યા હતા. તેથી તે વિજય ઉત્સવનું પ્રતીક પણ છે.
 
ગુડી પડવાનો અર્થ 
 
ગુડી પડવા નામ બે શબ્દો પરથી બન્યુ છે - 'ગુડી', જેનો અર્થ થાય છે ભગવાન બ્રહ્માનું ધ્વજ કે પ્રતીક અને 'પડવો' જેનો અર્થ થાય છે ચંદ્રમાના ચરણનો  પ્રથમ દિવસ. આ તહેવાર પછી રવિ પાકની લણણી કરવામાં આવે છે કારણ કે તે વસંતઋતુના આગમનને પણ દર્શાવે છે. ગુડી પડવામાં, 'ગુડી' શબ્દનો અર્થ 'વિજય ધ્વજ' પણ થાય છે અને પાડવો એટલે પ્રતિપદાની તિથિ માનવ આમાં આવે છે. આ અવસર પર વિજયના રૂપમાં ગુડી સજાવાય છે. જ્યોતિષનુ માનીએ તો આ દિવસે તમારે ઘરને સજાવવા અને ગુડી લહેરાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને આખુ વર્ષ ખુશહાલી કાયમ રહે છે. આ ખરાબ પર સારાની જીતનુ પ્રતિક માનવામાં આવે છે. 
 
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માએ ગુડી પડવાના દિવસે સૃષ્ટિની રચના કરી હતી. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આ દિવસે બ્રહ્માજીએ દિવસો, સપ્તાહો, મહિનાઓ અને વર્ષોનો પરિચય કરાવ્યો હતો. ઉગાડીને સૃષ્ટિનો પ્રથમ દિવસ માનવામાં આવે છે અને આ કારણથી ગુડી પડવા પર ભગવાન બ્રહ્માની પૂજા કરવાનો નિયમ છે. કેટલાક લોકો એવું પણ માને છે કે આ દિવસે ભગવાન શ્રી રામ વિજય મેળવીને અયોધ્યા પાછા ફર્યા હતા. તેથી તે વિજય ઉત્સવનું પ્રતીક પણ છે.
 
 આ રીતે, માત્ર મરાઠી સમુદાય જ નહીં, પરંતુ વિશ્વના વિવિધ સ્થળોએ, આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને લોકો નવા વર્ષને આવકારવા માટે એકસાથે જોડાય છે. જો તમને આ લેખ ગમ્યો હોય, તો તેને શેર કરો અને જ્યોતિષ સાથે સંબંધિત અન્ય સમાન લેખો વાંચવા માટે અમારી વેબસાઇટ દ ધર્મ સાથે જોડાયેલા રહો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા