Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2010 હોટ ન્યુઝ : વિકિલીક્સ

2010 હોટ ન્યુઝ : વિકિલીક્સ
, મંગળવાર, 28 ડિસેમ્બર 2010 (16:18 IST)
N.D
ઓસ્ટ્રેલિયન કોમ્પ્યુટર હૈંકર જૂલિયન અસાંજેએ વર્ષ 2006માં વિકિલીક્સ સાઈટની શરૂઆત કરી હતી. હવે આ સાઈટ આખી દુનિયા માટે એક સનસની બની ચુકી છે. વિકિલીક્સના ખુલાસાથી અમેરિકી સરકારની રાજનીતિક પોલ ખુલી ગઈ છે. જેના દ્વારા અમેરિકા ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં પોતાનુ પ્રભુત્વ વધારવાનુ કામ કરતુ હતુ. અફગાનિસ્તાન અને ઈરાક યુદ્ધ વિશે અમેરિકી રક્ષા મુખ્યાલય પેંટાગનના ચાર લાખ દસ્તાવેજ ઈંટરનેટ પર રજૂ કરી વિકિલીક્સ સાઈટ પહેલા જ બરાક ઓબામા સરકાર માટે શરમજનક સ્થિતિ ઉભી કરી ચુકી છે.

વિકિલીક્સના ઘણા ગુપ્ત દસ્તાવેજ રજૂ કરી અમેરિકાની ઉંઘ ઉડાવી દીધી, જો કે અમેરિકાએ એ દસ્તાવેજ પરત કરવાની માંગ કરી. પરંતુ અંસાજે પર તેની કોઈ અસર ન થઈ. તાજેતરમાં જ અઅંસાજેની સ્વીડન વોરંટના આધાર પર ધરપકડ કરવામાં આવી.

તેના પર યૌન ઉત્પીડન અને બળાત્કારનો આરોપ લગાડવામાં આવ્યો હતો. જો કે નવ દિવસ પછી તે મુક્ત થઈ ગયા. મુક્ત થતા જ તેમણે પોતાના ખુલાસાઓને આગળ ચાલુ રાખવાની પણ જાહેરાત કરી દીધી. વર્તમાન સમયમાં આ સાઈટના ખુલાસાથી ભારતીય રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. ખુલાસો થયો છે કે રાહુલે અમેરિકી રાજદૂત સમક્ષ કહ્યુ હતુ કે ભારતને ઈસ્લામી આતંકવાદની તુલનામાં કટ્ટરપંથી હિંદુ સંગઠનોથી વધુ ખતરો છે.

Share this Story:

Follow Webdunia gujarati