Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Goa / Manipur Election Result Live: મણિપુરના પરિણામોમાં કોંગ્રેસનું આઠ સીટો પર પડીકુ બંધાયુ, ગોવામાં ભાજપાએ ફરી સૌને પછાડ્યા

Goa / Manipur Election Result Live: મણિપુરના પરિણામોમાં કોંગ્રેસનું આઠ સીટો પર પડીકુ બંધાયુ, ગોવામાં ભાજપાએ ફરી સૌને પછાડ્યા
, ગુરુવાર, 10 માર્ચ 2022 (11:53 IST)
Goa and Manipur Vidhan Sabha Chunav 2022 Result Live: ગોવામાં 40 અને મણિપુરની 60 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થયું હતું, જ્યારે મણિપુરમાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે બે તબક્કામાં મતદાન થયું હતું. મણિપુરમાં બંને તબક્કામાં કુલ 265 ઉમેદવારો મેદાનમાં હતા, જ્યારે ગોવામાં 40 બેઠકો માટે 301 ઉમેદવારો મેદાનમાં હતા. મણિપુર અને ગોવામાં ભાજપ બહુમતીની નજીક જતી જોવા મળી રહી છે.

2022 : ગોવા ચૂંટણી પરિણામ 2022 - પક્ષવાર સ્થિતિ (40)
પાર્ટી  આગળ જીત 
ભાજપ+ 18  
કોંગ્રેસ+ 12  
ટીએમસી  4  
 
આપ  2  
અન્ય  4  
 
મણિપુર ચૂંટણી પરિણામ લાઈવ અપડેટ - ભાજપા 25 બેઠકો પર આગળ 
 
મણિપુરની 60 બેઠકોમાંથી ભાજપ હવે 25 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 11 બેઠકો પર, NPP 13 બેઠકો પર, NPF 3 બેઠકો પર અને અન્ય 8 બેઠકો પર આગળ છે.
મણિપુરની યુરીપોક બેઠક પર NPPના દિગ્ગજ નેતા યુમનમ જોયકુમાર સિંહ આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના રઘુમણિ સિંહ 101 મતોથી પાછળ છે.
મણિપુરની લંગથબલ બેઠક પર કોંગ્રેસના ઓકરામ જોય સિંહ 1911 મતથી આગળ છે, જ્યારે નિમ્બોલ સીટ પર બીજેપીના બસંત કુમાર સિંહ 4426 મતથી આગળ છે.
મણિપુરના પૂર્વ સીએમ ઈબોબી સિંહ તેમની થોઉબાલ બેઠક પર આગળ ચાલી રહ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવારો ખુરાઈ અને હેરોક બેઠક પર આગળ ચાલી રહ્યા છે.
મણિપુરમાં બે તબક્કામાં મતદાન થયું હતું. બંને તબક્કામાં મતદારોએ ભારે મતદાન કર્યું હતું. એક્ઝિટ પોલમાં ભાજપ અહીં સૌથી મોટી પાર્ટી બનવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
 
આ મણિપુરની હોટ સીટ છે
Manipur Election Result 2022 : મણિપુર ચૂંટણી પરિણામ 2022 - પક્ષવાર સ્થિતિ (60) પાર્ટી આગળ જીત ભાજપ+ 5 કોંગ્રેસ+ 6 અન્ય 5
હેનિગાંગઃ વર્તમાન મુખ્યમંત્રી અને ભાજપના ધારાસભ્ય એન. બિરેન સિંહે ચૂંટણી લડી છે, જેઓ તૃણમૂલ કોંગ્રેસ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા પી. શરતચંદ્ર સિંહના પડકારનો સામનો કરી રહ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ બિરેન સિંહે શરતચંદ્ર સિંહને 1,206 વોટથી હરાવ્યા હતા.
 
થોઉબાલઃ કોંગ્રેસ તરફથી 2002થી 2017 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહેલા ઓકરામ ઇબોબી સિંહ આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. તેમની સામે ભાજપના એલ. બસંતા સિંહનો પડકાર છે, જેમને ઇબોબીએ વર્ષ 2017માં પણ 10,470 મતોના માર્જિનથી હરાવ્યા હતા.સિંગજામેઈ: આ બેઠક પરથી વર્તમાન રાજ્ય વિધાનસભાના સ્પીકર યુ. ખેમચંદ સિંહ ભાજપની ટિકિટ પર મેદાનમાં છે, જેમને કોંગ્રેસના આઈ. હેમચંદ્ર સિંહનો પડકાર છે. વર્ષ 2017માં આ સીટ પર ખેમચંદે હેમચંદ્રને 1,834 વોટથી હરાવ્યા હતા.
 
યુરીપોકઃ આ બેઠક પરથી રાજ્યના વર્તમાન નાયબ મુખ્યમંત્રી અને NPPના નેતા યુમનેમ જોયકુમાર સિંહ મેદાનમાં ઊતર્યા છે. તેમની સામે ભાજપ તરફથી કે.એચ. રઘુમણિ સિંહ અને કોંગ્રેસના એન. મહાનંદા સિંહનો પડકાર છે. વર્ષ 2017માં જોયકુમાર આ બેઠક પરથી કોંગ્રેસના એલ.નંદકુમાર સિંહથી માત્ર 345 મતોથી જીત્યા હતા.
Manipur Election Result 2022 : મણિપુર ચૂંટણી પરિણામ 2022 - પક્ષવાર સ્થિતિ  (60)

પાર્ટી આગળ જીત 
ભાજપ+ 31  
કોંગ્રેસ+  
અન્ય 22   
 
માઓ: રાજ્યની ચોથી સૌથી મોટી પાર્ટી NPFના નેતા અને વર્તમાન સરકારમાં મંત્રી લોસી દિકહોએ આ બેઠક પરથી ચૂંટણી લડી છે. તેમની સામે ભાજપના એસ. એલેક્ઝેન્ડર મેખો એક પડકાર છે. વર્ષ 2017માં દિકહોએ આ સીટ પર ભાજપના વાબી જોરામને 15,414 મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતા.
 
મણિપુર ચૂંટણીના 5 મોટા મુદ્દા
 
1. આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) નાબૂદ
 
2. રાજ્યમાં ઉગ્રવાદી હિંસા ફરી વધી
 
3. બેરોજગારી વધી રહી છે
 
4. રાજ્યમાં પાણીની વધતી કટોકટી
 
5. વધતો દવાઓનો વ્યવસાય
 
મણિપુરમાં તેમણે ભાગ્ય નક્કી કર્યું
 
કુલ મતદારો 19,68,476
 
પુરુષ મતદારો 9,55,657
 
મહિલા મતદારો 10,12,655
 
 
છેલ્લી ચૂંટણી દરમિયાન મણિપુરમાં સત્તામાં આવેલી ભાજપે પહેલીવાર તમામ 60 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
UPમાં સમાજવાદી પાર્ટીની અપીલ, ટીવીનાં વલણો પર નહીં બૂથ પર ધ્યાન આપો, પંજાબમાં મુખ્યમંત્રી ચન્ની, સિદ્ધુ અને અમરિંદર પણ મુશકેલીમાં.
 
પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની અસર જે-તે રાજ્યના મુખ્ય મંત્રીપદના ઉમેદવારો તથા ચૂંટણીજંગમાં ઝંપલાવનારા કૅન્ડિડેટ પર તો થશે જ સાથે-સાથે તેનાં દૂરગામી રાજકીય પરિણામો હશે. યુપીમાં વિજય-પરાજય મોદી-યોગીની શાખ પર અસર કરશે.
ઉત્તર પ્રદેશ ચૂંટણી પરિણામ: સ્ટ્રૉંગ રૂમથી લઇને કાઉન્ટિંગ સૅન્ટર સુધી, જાણો કઈ રીતે થાય છે મતગણતરી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Uttarakhand Eelection Result: ઉત્તરાખંડ ચૂંટણી પરિણામ 2022 - પક્ષવાર સ્થિતિ