Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kids World - તારા કેમ ટમટમે છે ?

Kids World -  તારા કેમ ટમટમે છે ?
પ્રિય બાળકો,

આકાશમાં ઝગમગતા તારાને જોઈને તમને એવુ લાગે છે કે જાણે તેઓ સતત નથી ચમકતા. ક્ષણ ક્ષણવારે ઝબકવુ બંધ કરી દે છે. પરંતુ આવુ હોતુ નથી.

તારા કાયમ સતત એક જેવા ચમકતા રહે છે. વાત એમ છે કે તારામાંથી નીકળતી રોશની આપણી આંખો સુધી પહોંચતા પહેલા વાયુમંડળમાં આવતા અવરોધોનો સામનો કરવો પડે છે.

તેથી તેમની રોશની રસ્તામાં વિચલિત થતી રહે છે, સીધી આપણા સુધી નથી પહોંચી શકતી, કારણ કે વાયુમંડળની હવાની ઘણી ચલાયમાન પરત હોય છે. આ પરત તારાની રોશનીને રસ્તામાં બદલતી રહે છે. જેના ફળસ્વરૂપ તેમની રોશની આપણી નજરથી ક્યારેક અદ્રશ્ય અને પ્રગટ થતી રહે છે. તેથી તારા ઝગમગતા દેખાય છે.

આનો આનંદ એ સમયે વધી જાય છે જ્યારે અંધારી રાતમાં સ્વચ્છ આકાશમાં હજારો, લાખો, કરોડોની સંખ્યામાં ટમટમતા ઝગમગતા તારા એક એવી અદ્દભૂત દુનિયાનું દ્રશ્ય રજૂ કરે છે જેના આરંભ કે અંતની જાણ જ થતી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વરસાદના મૌસમમાં ન ખાવો બહારની વસ્તુઓ