Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતના નકશામાં શ્રીલંકા કેમ દેખાય છે ? જાણો શુ છે તેનુ કારણ ?

ભારતના નકશામાં શ્રીલંકા કેમ દેખાય છે ? જાણો શુ છે તેનુ કારણ ?
, સોમવાર, 3 જાન્યુઆરી 2022 (16:38 IST)
તમે અનેકવાર ભારતનો નકશો  જોયો હશે અને તમે નોટિસ કર્યુ હશે કેતેમા શ્રીલંકાનો નકશો પણ દેખાય જાય છે. પણ આવુ પાકિસ્તાન, ચીન કે પછી કોઈ પડોશી દેશને લઈને નથી થતુ.. શ્રીલંકા સિવાય અન્ય દેશો ક્યારેય પણ ભારતના નકશામા જોવા મળતા નથી. ક્યારેય વિચાર્યુ છે કે આવુ કેમ થાય છે ?એવુ નથી કે શ્રીલંકા સાથે આપણા સંબંધો સારા છે તો તેને ભારતના નકશામાં દેખાવવાને લઈને કોઈ વાંધો નથી જ્યારે કે તેની પાછળનુ એક મહત્વનુ કારણ છે. 
 
જી હા કોઈ વિશેષ કારણને લીધે શ્રીલંકાના નકશાને પણ ભારતના નકશામાં બતાવાય છે. આવો આજે આપણે જાણીએ એવુ કયુ કારણ છે જેને લીધી શ્રીલંકાને ભારતના નકશામાં બતાવાય છે અને તેમા હિંદ મહાસાગરનો કેટલો મહત્વનો રોલ છે. 
 
આવુ કેમ થાય છે ?
 
ભારતના નકશામાં શ્રીલંકાને દર્શાવવાનો અર્થ એવો નથી કે તેના પર ભારતનો કોઈ અધિકાર છે કે બંને દેશો વચ્ચે આવો કોઈ કરાર છે. ખરેખર, આ કરવા પાછળ સમુદ્રનો નિયમ છે, જેને ઑસિયમ લો  કહેવામાં આવે છે. આ કાયદો બનાવવાની પહેલ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ આ કાયદો અસ્તિત્વમાં આવ્યો હતો.
 
ઉલ્લેખનીય છે કે આ કાયદાને બનાવવા માટે સૌ પહેલા વર્ષ 1956માં યૂનાઈટેડ નેશંસે કંવેંશન ઓન ધ લૉ ઓફ ધ સી (UNCLOS-1)સંમેલન આયોજીત કરવામાં આવ્યુ અને ત્યારબાદ 1958માં આ સંમેલનનુ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે આ  UNCLOS-1 માં સમુદ્ર સાથે જોડાયેલ સંધીઓને લઈને એકમત રાખવામા આવ્યુ હતુ. ત્યારબાદ 1982 સુધી ત્રણ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ. જેમા સમુદ્ર સથે જોડાયેલા કાયદાને આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા આપવાનુ કામ કરવામાં આવ્યુ. 
 
શુ હોય છે લૉ ફ ધ સી ?
 
જ્યારે કાયદો બન્યો તો તેમા નક્કી થયુ કે કોઈપણ દેશની આધાર રેખા એટલે કે બેસ લાઈનથી 200 નોટિકલ માઈલ્સની વચ્ચે આવનારા સ્થાનને ભારતના નકશામાં બતાવવુ અનિવાર્ય છે. સીધા શબ્દોમાં સમજીએ તો જો કોઈ દેશ સમુદ્ર કિનારે વસેલો હોય કે પછી તેનો એક ભાગ સમુદ્ર સાથે જોડાયેલો છે તો આ સ્થિતિમાં એ દેશના નકશામાં દેશની સીમા સાથે આસપાસના ક્ષેત્રને પણ નકશામાં બતાવવામાં આવશે. 
 
આ જ કારણ છે કે ભારતના નકશામાં શ્રીલંકાને બતાવાય છે. કારણ કે આ 200 નોટિકલ માઈલ્સની અંદર જ આવે છે. ભારતની સીમા સાથે 200 નોટિકલ માઈલ્સની દૂરીમાં આવનારા બધા સ્થાનને નકશામાં બતાવાય છે. 
 
200 નોટિકલ માઈલ કેટલું છે?
 
જો આપણે કિલોમીટર દ્વારા નોટિકલ માઈલ જોઈએ, તો એક નોટિકલ માઈલ (nmi) માં 1.824 કિલોમીટર (કિમી) છે. તે મુજબ 200 નોટિકલ માઈલ એટલે 370 કિલોમીટર. આવી સ્થિતિમાં, ભારતની સરહદથી 370 કિમી સુધીનો વિસ્તાર ભારતના નકશામાં બતાવવામાં આવ્યો છે. જેના કારણે બીજા દેશ બન્યા બાદ પણ શ્રીલંકા ભારતના નકશામાં સામેલ છે.
 
શ્રીલંકા ભારતથી કેટલું દૂર છે?
 
ભારતથી શ્રીલંકાનાં અંતરની વાત કરીએ તો ભારતના ધનુષકોડીથી શ્રીલંકાનું અંતર માત્ર 18 માઈલ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે તેના કારણે શ્રીલંકા ભારતના નકશામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને આ જ કારણ છે કે તેના પર કોઈ વિવાદ નથી. અન્ય મરીન પણ આ જ નિયમનું પાલન કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

21 Woman Care- તમને પણ પીરિયડ્સ દરમિયાન રક્તના ગઠ્ઠો આવે છે તો ધ્યાન આપવું જરૂરી