Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

International Day of Charity 2024 : ચેરિટી એટલે કે દાન દિવસ દર વર્ષે કેમ ઉજવાય છે અને શુ છે તેનુ મહત્વ ?

International Charity Day
, બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (11:10 IST)
International Charity Day
International Day Charity Day 2024  - દર વર્શે 5 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય દાન દિવસ એટલે કે ઈંટરનેશનલ ચૈરિટી ડે ઉજવાય છે. આ દિવસ ભારતમાં ટીચર્સ ડે પણ ઉજવાય છે. આને સૌથી પહેલા હંગરીમાં ઉજવ્યો હતો. ત્યારબાસ સંયુક્ત રાષ્ટ સંઘે 2012 માં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય દાન દિવસ ઉજવવાની જાહેરાત કરી. એ સમયથી દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ દાન દિવસ ઉજવાય છે. જેનો ઉદ્દેશ્ય ગરીબ લોકોની મદદ કરવાનો છે. આ માટે દાન આપવામાં આવે છે. ભારતમાં દાનની પ્રથા પ્રાચીનકાળ છે. 
 
આ દિવસને સ્વૈચ્છિક અને પરોપકારી કાર્યક્રમો દ્વારા અન્ય લોકોને મદદ કરવા માટે દુનિયાભરના લોકો, એનજીઓ અને હિતધારકોને સંવેદનશીલ બનાવવા અને એકત્રિત કરવા માટે ઉજવવામાં આવે છે. માનવીય સંકટો અને રાષ્ટ્રની અંદર અને માનવીય પીડાને ઓછી કરવામાં દાન દ્વારા ભજવાયેલી ભૂમિકાનુ મહત્વ બતાવવા માટે  ઉજવવામાં આવે છે.
 
આ દિવસનો ઉદ્દેશ્ય - આંતરરાષ્ટ્રીય ચેરિટી ડેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યક્તિઓ, ધર્માર્થ, પરોપકારી અને એનજીઓ માટે સમગ્ર વિશ્વમાં ચેરિટી સંબંધિત પ્રવૃત્તિઓ માટે જાગૃતિ લાવવા અને એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
 
ઈંટરનેશનલ ચેરિટી ડે નુ મહત્વ 
આંતરરાષ્ટ્રીય દાન દિવસનો ઉદ્દેશ્ય ફક્ત અને ફક્ત ગરીબ લોકોની મદદ કરવી અને ગરીબી દૂર કરવાનો છે. આ માટે યૂનિસેફે એક સંકલ્પ પણ પસાર કર્યો છે. આ સંકલ્પ પત્ર મુજબ 2030 સુધી દુનિયાને ગરીબીથી મુક્ત કરવાનો છે. 
 
કેવી રીતે ઉજવાય છે ઈંટરનેશનલ ચેરિટી ડે  ?
આ દિવસે, સંયુક્ત રાષ્ટ્ર વિશ્વભરના તમામ સભ્ય દેશો, વિવિધ સંસ્થાઓ અને લોકોને ચેરિટીમાં યોગદાન આપીને આંતરરાષ્ટ્રીય ચેરિટી ડે બનવાના ઉદ્દેશ્યને સફળ બનાવવા અપીલ કરે છે. આ દિવસે દાનનું મહત્વ સમજાવવામાં આવે છે અને લોકોને દાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
 
 
ઈંટરનેશનલ ચેરિટી ડેનો ઇતિહાસ 
સંયુક્ત રાષ્ટ્રએ કલકત્તામાં મધર ટેરેસાના પુણ્યતિથિ નિમિત્તે 05 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ તરીકે જાહેર કર્યો હતો. મધર ટેરેસાની પુણ્યતિથિ નિમિત્તે 5 સપ્ટેમ્બરની પસંદગી કરવામાં આવી હતી, જેઓ હંમેશા લોકોની સેવા કરવાના કાર્યોમાં વ્યસ્ત રહ્યા. મધર ટેરેસાને 1979 મા ગરીબી અને સંકટમાંથી બહાર આવવાના સંઘર્ષમાં કરવામાં આવેલા કામ માટે શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વર્ષ 2012માં પહેલીવાર આંતરરાષ્ટ્રીય સ્તર પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઈંટરનેશનલ ચેરિટી ડે ની સત્તાવાર જાહેરાત કરી, જેનુ સમર્થન બધા દેશોએ કર્યુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Essay on Teachers Day - ટીચર્સ ડે પર નિબંધ