Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AAP સર્વે : કેજરીવાલ મોદી કરતાં 50,000 મતોથી પાછળ

આગામી દસ દિવસમાં અંતર ઘટી જવાનો દાવો

AAP સર્વે :  કેજરીવાલ મોદી કરતાં 50,000 મતોથી પાછળ
વારાણસી , શુક્રવાર, 18 એપ્રિલ 2014 (15:54 IST)
વારાણસીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરેલા આમ આદમી પાર્ટીની સુપ્રીમો અરવિંદ કેજરીવાલ મોદી કરતાં 50,000 મતોથી પાછળ હોવાનું આપના સર્વેમાં જાણવા મળ્યું છે. આમ આદમી પાર્ટીએ આંતરિક સર્વે દ્વારા આ અંદાજ લગાવ્યો છે. વારણસીના સવા ત્રણ લાખ ઘરોમાંથી 80,000 ઘરમાં આ સર્વે કરવામાં આવ્યો હતો.

કેજરીવાલના કેંપેઈન મેનેજર ગોપાલ મોહને જણાવ્યું હતું કે, તેઓ તેને એક સફળતા તરીકે જોઈ રહ્યા છે. જ્યારે કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી ત્યારે કેજરીવાલ મોદીની તુલનામાં 2 લાખ જેટલા વોટથી પાછળ હતા. તેમનું કહેવું છે કે આ અંતરને આગામી 10 દિવસોમાં ઘટાડી દેવાશે.

આપ દ્વારા વારાણસીના મહમૂરગંજ વિસ્તારમાં કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. જોકે આપ માટે લોકો સુધી પહોંચવાનો એક પડકાર છે. આપનો લક્ષ્યાંક 3.14 લાખ ઘરોમાં ઓછામાં ઓછી ત્રણ વાર સુધી પહોંચવાનો છે. અહીંથી કેજરીવાલને જીતાડવાની જવાબદારી મનીષ સિસોદીયા, દિલીપ પાંડે, દુર્ગેશ પાઠક, કપિલ મિશ્રા તથા ગુલાબ સિંહને આપવામાં આવી છે.

કેજરીવાલ વારાણસીમાં શેરી નાટકો અને પદયાત્રા પર વઘારે ધ્યાન આપશે. આપને આશા છે કે મોદીની વ્યસતતા તેમને ફાયદો કરાવશે. કેમકે મોદી વારાણસીમાં ઓછો સમય ફાળવી શકશે. દિલ્હી વિધાનસભામાં શીલા દીક્ષિતને હરાવનાર કેજરીવાલ તે સમયે પણ તેમના કેંપેઈન મેનેજર હતા. જોકે, મોહન માની રહ્યા છે કે આ વખતે પડકાર મુશ્કેલભર્યો હશે.
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati