Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વારાણસીથી ચૂંટણી લડવાના વિવાદ પર પ્રિયંકા બોલી 'મને કોઈએ રોકી નહોતી'

વારાણસીથી ચૂંટણી લડવાના વિવાદ પર પ્રિયંકા બોલી 'મને કોઈએ રોકી નહોતી'
નવી દિલ્હી : , સોમવાર, 14 એપ્રિલ 2014 (11:31 IST)
બનારસ સીટ પર ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ ચૂંટણી લડવાની ઈચ્છા રાખતી હતી પ્રિયંકા ગાંધી પરંતુ તેમની જ પાર્ટી કોંગ્રેસ પાછળ હટી ગઈ. સૂત્રોનું માનીએ તો પ્રિયંકા મોદીને ટક્કર દેવાની ઈચ્છા રાખતી હતી પણ અંતિમ સમયે કોંગ્રેસ હાઈ કમાન્ડે તેમને ચૂંટણી રાજનીતિમાં ના ઉતારવાનો નિર્ણય કર્યો.
 
અત્યાર સુધીમાં પોતાના ભાઈ રાહુલ અને માતા સોનિયા ગાંધીના મતવિસ્તાર અમેઠી અને રાયબરેલી સુધી મર્યાદિત રહેનારી પ્રિયંકાનું માનવું હતું કે દેશને માટે નરેન્દ્ર મોદીને રોકવા પડશે. અનુમાન હતું કે પ્રિયંકાને ચૂંટણી લડવાથી દેશભરમાં મોદીનું તોફાની ચૂંટણી પ્રચારને મર્યાદિત કરવામાં આવી શકાય તેમ હતું. પાર્ટીના એક મેનેજરે જણાવ્યું કે જો પ્રિયંકા ગાંધી ચૂંટણી હારી પણ જાય છે તો 16મેના રોજ પરિણામનું એલાન થવાનું હતું. પરંતુ આ નિર્ણય કાર્યકર્તાઓને ઉત્સાહિત કરી નાખે હોત આ ખૂબ જ સાહસિક નિર્ણય હોત.
 
વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ જણાવ્યું કે મોદીની વિરૂદ્ધ પાર્ટી વારાણસીથી કોઈ બાહરની જગ્યાએથી સ્થાનીક નેતાને ચૂંટણી લડવાની ઈચ્છા રાખે છે. આમ તો આ નિર્ણયના પાછળ કોઈકને કાઈક કારણ પણ હોઈ શકે છે.
 
જો પ્રિયંકા વારણસીથી ચૂંટણી લડે છે તો નરેન્દ્ર મોદીને જરૂરથી વધારે પડકાર મળશે.  આ સિવાય, ગાંધી પરિવારના ત્રણ સભ્યોમાંથી એકની હારનો ખતરો બની રહેશે. વળી, રૉબર્ટ વાડ્રાથી જોડાયેલા વિવાગોમાં પ્રિયંકા પર રાજકીય હુમલા વધી જાય. સૌખી મહત્વનું એ છે કે રાહુલ ગાંધીના નેતૃત્વ પર જ સવાલ ઉઠી જાત. જનતાની વચ્ચે એવો સંદેશ પહોંચ્યો હોત કે રાહુલ કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવામાં નિષ્ફળ રહ્યા. કદાચ આ જ કારણ છે કે હવે પ્રિયંકાને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati