Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકસભા ચૂંટણી 2014 : વડોદરાથી મોદી, ભોપાલથી અડવાણી ?

લોકસભા ચૂંટણી 2014 : વડોદરાથી મોદી, ભોપાલથી અડવાણી ?
, બુધવાર, 19 માર્ચ 2014 (11:11 IST)
W.D
. બીજેપીના બે મોટા દિગ્ગજ ક્યાથી ચૂંટણી સમરમાં પોતાની દાવેદારી રજૂ કરશે, આ પ્રશ્નનો જવાબ બુધવારે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ મળી જશે.

લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર સીટને છોડીને ભોપાલ જઈ શકે છે. પાર્ટી વારાણસી પછી મોદીની બીજી સીટને લઈને પણ એલાન કરવાની છે. સૂત્રોનુ કહેવુ છે કે મોદી અમદાવાદ પૂર્વની સીટને બદલે વડોદરાથી મેદાનમાં ઉતરી શકે છે. બીજેપીની ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાત, રાજસ્થન અને મધ્યપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશની બાકી બચેલી સીટો પર ઉમેદવારીનો નિર્ણય થવાનો છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે લાલકૃષ્ણ અડવાણી પોતાની સીટ ગાંધીનગરથી લડવાને લઈને કશ્મકશમાં છે. તેથી બની શકે છે કે બીજેપી પોતાની છઠ્ઠી લિસ્ટમાં તેમને ભોપાલથી ચૂંટણી મેદાનમાં ઉતારે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અડવાણીને તાજેતરમાં જ ભોપાલથી બીજેપી સાંસદ કૈલાશ જોશીએ પોતાની સીટ પરથી ચૂંટ્ણી લડવાનુ આમંત્રણ પણ આપ્યુ હતુ. એવુ કહેવાય રહ્યુ છે કે અડવાણી આ પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. અડવાણીના એક સહયોગીએ કહ્યુ, 'મધ્યપ્રદેશના સમર્થકો અને કાર્યકર્તાઓનું ખૂબ દબાણ છે કે અડવાણી ભોપાલથી ચૂંટણી લડે'.

મોદીના નિકસ્થ લોકોનુ માનવુ છે કે ગુજરાતથી મોદીની દાવેદારી રાજ્યની બધી 26 સીટો પર સમીકરણ બીજેપીના પક્ષમાં કરી દેશે. આમ તો અમદાવાદ પૂર્વ બીજેપી માટે સુરક્ષિત માનવામાં આવી રહ્યુ છે, પણ સૂત્રોનુ માનીએ તો મોદી વડોદરાથી તાલ ઠોકે એવી શક્યતા છે. મંગળવારે મોડી રાત સુધી પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહના રહેઠાણ પર થયેલ નેતાઓની બેઠકને લઈને ફરીથી ચર્ચા થઈ.

વાત એમ છે કે અડવાણી અને મોદીમાં ઘણા સમયથી મતભેદના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની બીજેપીએ ગાંધીનગરથી અડવાણીના નામની ભલામણ કરી છે. અડવાણીના સમર્થકોને આશંકા છે કે ગાંધીનગરથી અડવાણીની જીતનુ અંતર એટલુ મોટુ નહી રહી શકે કારણ કે મોદીના સમર્થક આ વખતે અડવાણીને લઈને ઉત્સાહિત નથી.

Share this Story:

Follow Webdunia gujarati