Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકસભા ચૂંટણી - આઠમાં ચરણના મતદાનમાં વોટિંગ માટે અમેઠીમાં લાગી મોટી લાઈન

લોકસભા ચૂંટણી - આઠમાં ચરણના મતદાનમાં વોટિંગ માટે અમેઠીમાં લાગી મોટી લાઈન
, બુધવાર, 7 મે 2014 (11:01 IST)
લોકસભા ચૂંટણીના આઠમાં ચરણમાં સાત રાજ્યોના 64 ચૂંટણી ક્ષેત્રોમાં બુધવારે મતદાન શરૂ થઈ ગયુ છે એ માટે લગભગ 900 ઉમેદવાર મેદાનમાં છે. મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયુ અને સાંજે છ વાગ્યા સુધી ચાલશે.   બિહારના નક્સલ પ્રભાવિત કેટલીક વિસ્તારોમાં મતદાન ચાર વાગે સમાપ્ત થઈ જશે.  
 
આઠમાં ચરણમાં આંધ્રપ્રદેશની 25 સીટો બિહારની સાત સીટો જમ્મુ અને કાશ્મીરની બે સીટો ઉત્તરપ્રદેશની 15 સીટો અને પશ્ચિમ બંગાળની છ સીટોની સાથે જ ઉત્તરાખંડની પણ બધી પાંચ સીટો અને હિમાચલ પ્રદેશની બધી ચાર સીટો અને પશ્ચિમ બંગાળની છ સીટો સાથે જ ઉત્તરાખંડની બધી પાંચ સીટો અને હિમાચલ પ્રદેશની બધી ચાર સીટો પર મતદાન થઈ રહ્યુ છે.  
 
ઉત્તરપ્રદેશમાં મતદાનનું આ પાંચમુ ચરણ હશે. જેના હેઠલ 15 લોકસભા સીટો માટે મતદાન થઈ રહ્યુ છે. આ 15 લોકસભા સીટો અમેઠી, સુલ્તાનપુર, પ્રતાપગઢ, કૌશામ્બી, ફુલપુર, ઈલાહાબાદ, ફૈજાબાદ, અંબેડકરનગર, કૈસરગંજ, શ્રાવસ્તી, ગોંડા, બસ્તી, સંતકબીરનગર અને ભદોહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati