Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીએ સવારે 8.45 વાગ્યે રાણીપમાં મતદાન કર્યું, બધુ યાદ રાખીને મતદાન કરજો: નરેન્દ્ર મોદી

modi
, બુધવાર, 30 એપ્રિલ 2014 (11:28 IST)
લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8.45 વાગ્યે રાણીપ મતદાન મથકે પહોંચ્યા હતા. તેમજ લોકોની ભારે જનમેદની વચ્ચેથી પસાર થઈને મતદાન કર્યું હતું.
 
રાણીપ મતદાન મથકે વોટિંગ કર્યા પછી નરેન્દ્ર મોદીએ પત્રકારાનો સંબોધતાં જણાવ્યું હતું કે, ચૂંટણી લોકતંત્રનો મહાપર્વ હોય છે. આ મહાપર્વએ બધા નાગરિકોએ ઉત્સાહ અને ઉમંગથી લોકતંત્રને મજબૂત બનાવવાનું હોય છે. હું વિશેષ રૂપે મતદાતાઓનું અભિનંદન કરું છું કે, ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ સંપન્ન થઈ છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે તેમનો આભાર માનું છું. હું ક્ષમા માગું છું કે, ચૂંટણી અભિયાનમાં હું બહુ સમય આપતો હતો, પરંતુ આ સમયે મેં બે દિવસમાં અઢાર કલાક ગુજરાતને આપી શક્યો છું. આથી હું ગુજરાતના મતદારોની માફી માગું છું. મતદાનના આ પૂરા સમયમાં મહત્વપૂર્ણ વિષય એ છે કે, અત્યાર સુધીમાં છ ચરણનું મતદાન થઈ ગયું છે. આજે સાતમાં ચરણનું મતદાન છે. મતદાતાઓના મનને અનુભવ કરતાં જણાવું છું કે, જેને બધે જોવાનો મોકો મળ્યો છે, તો તે નરેન્દ્ર મોદી છે. મેં જનતાના મૂડને જોયો છે. હું પહેલો રિપોર્ટ આપી શકું છું. મા-દિકરાની સરકાર ગઈ. તે બચી નહીં શકે. નવા સરકારના પાયો મતદાતાઓએ નાંખી દીધો છે.
 
 
webdunia

બીજી તરફ નરેન્દ્ર મોદીએ પત્રકારોને સંબોધતી વખતી કમળ હાથમાં રાખ્યું હતું, જેના કારણે આચારસંહિતાનો ભંગ થયો હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ ચૂંટણી પંચમાં ફરિયાદ કરે તેવી શક્યતા છે.
 
ચૂંટણી આશાનું કિરણ છે. ચૂંટણી નવો ભરોસો લઈને આવી છે. આ ચૂંટણી દેશને નવી દિશા આપશે. દેશનું ભાગ્ય બદલવામાં મહત્વનો ભાગ ભજવશે. દિલ્હીમાં સંસદની ચૂંટણી થઈ રહી છે, તે જોતા 16મી મેના દિવસે ભારતીય નેતૃત્વની સરકાર બનવાના અણસાર દેખાઈ રહી છે. તેમાં કોઈ શંકા નથી. કોંગ્રેસે હાર માની લીધી છે. આ વખતે ગઈ વખત કરતાં વધુ સીટો સાથે એનડીએની સરકાર બનશે. હું મતદાતાઓને હંમેશા કહું છું કે, ચૂંટણી વિકાસ માટે થવી જોઇએ. બેરોજગારીએ યુવાનોને પરેશાન કર્યા છે. દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાનો છે. દેશને બેરોજગારીથી મુક્ત કરવાનો છે. મા-દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. દિલ્હી બળાત્કારની નગરી બની ગઈ છે, તેના પર કામ કરવાની જરૂર છે. તમે મત દેવા જાવ ત્યારે જવાનોના મસ્તક કાપીને પાકિસ્તાન લઈ ગયા તે ન ભૂલતા, બધુ યાદ રાખીને મતદાન કરજો.

Share this Story:

Follow Webdunia gujarati