Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મારા પતિ પર આંગળી ચીંઘવામાં આવે છે ત્યારે ખૂબ દુ:ખ થાય છે - પ્રિયંકા ગાંધી

મારા પતિ પર આંગળી ચીંઘવામાં આવે છે ત્યારે ખૂબ દુ:ખ થાય છે - પ્રિયંકા ગાંધી
રાયબરેલી : , મંગળવાર, 22 એપ્રિલ 2014 (17:16 IST)
રાયબરેલીમાં સોનિયા ગાંધીનો પ્રચાર કરતા પ્રિયંકા ગાંધીએ પ્રથમ વાર પોતાના પતિ રૉબર્ટ વાડ્રાનાં મુદ્દે પ્રતિક્રીયા આપી. પ્રિયંકાએ કહ્યુ કે અને દુ:ખ થાય છે મને દુ:ખ મારા માટે નથી થતુ. મે ઈન્દિરાજી પાસેથી સીખ્યુ છે. જ્યારે સત્ય દિલમાં હોય છે તો છાતીની અંદર એક કવચ બની જાય છે. તેઓ જેટલી અમારી આલોચના કરશે અમે એટલા મજબૂત બનીશુ.  દુ:ખ  એ વાતનુ છે કે દેશમાં ચૂંટણી આવતા જ વિરોધી પાર્ટીઓનાં નેતા નાટક શરૂ કરે છે. ચૂંટણી વિકાસના મુદ્દા પર થવી જોઈએ વિકાસ કેવી રીતે કરીશુ ? ક્યારે કરીશુ ? આ પ્રશ્નોના બદલે ફાલતૂ વાતો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. જે દેશની સંસ્કૃતિ ઉદાર છે એમા ઝેર ઓકવામાં આવી રહ્યુ છે. અમારા પરિવારે દેશ માટે અનેક કામ કર્યા છે. આ નેતાઓ મારા વિશે, મારા પતિ વિશે ગમે-તેમ  નિવેદન કરે છે. પણ તેઓ જેટલા પ્રહાર કરશે, એટલા જ અમે મજબૂત થઇશુ. 
 
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પ્રિયંકાનાં પતિ રૉબર્ટને ભાજપ નિશાન બનાવી રહ્યુ છે. એટલે સુધી કે કેટલાક ભાજપ નેતાઓએ કહ્યુ કે જો ભાજપની સરકાર બનશે તો વાડ્રા જેલ જશે. જ્યારે ચૂંટણી સભામાં નરેન્દ્ર મોદી પણ વાડ્રા પર નિશાન તાકી રહ્યા છે.
 
પ્રિયંકાએ કહ્યુ કે મને વોટ માંગવા ગમતા નથી. તમારી પાસે કંઈપણ માંગવુ ગમતુ નથી. તમે ઘણુ આપ્યુ છે. રાયબરેલીએ મારી માતાને ઘણુ આપ્યુ છે. તમે સમજી વિચારીને મતદાન કરજો. 
 
પ્રિયંકાના આ નિવેદન પર બીજેપી પ્રવક્તા લેખીએ કહ્યુ કે ચોક્કસ એ પોતાના પતિનો બચાવ કરશે અને તે એક પત્નીના રૂપમાં આ પ્રકારના આરોપોથી ખુશ નહી થાય. પણ લોકો પણ તેમના પતિને લઈને ખુશ નથી. 

Share this Story:

Follow Webdunia gujarati