Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રચારના મામલામાં મોદીની આક્રામક શૈલી બધાને ભારે પડીઃ સર્વે

પ્રચારના મામલામાં મોદીની આક્રામક શૈલી બધાને ભારે પડીઃ સર્વે
, ગુરુવાર, 15 મે 2014 (15:38 IST)
લોકસભા ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદી પ્રચારના મામલામાં બધા પર ભારે પડી ગયા છે. ખાસ કરીને કોંગ્રેસ ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધી મોદી આગળ ટકી શક્‍યા નહીં.  આઇબીએન ૭-સીએસડીએસના પોસ્‍ટ પોલ સર્વેમાં વડાપ્રધાન પદ માટે ૩૭% લોકોની પસંદ બનીને ઉભર્યા છે.

   ભાજપે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્‍દ્ર મોદીને સામે રાખી તેના પ્રચારને કેન્‍દ્રીત કરી દીધો. પરંતુ કોંગ્રેસે વડાપ્રધાન પદના ઉમેદવારના નામનું એલાન કર્યુ નહીં. જોકે તેનો ચહેરો પાર્ટી ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધી જ હતા.

   મોદીએ તાબડતોડ રેલીઓ કરી, રાહુલે પણ કોઇ કમી રાખી નહીં, પરંતુ કોણ પોતાની વાત જનતા સુધી પહોંચાડી શક્‍યું એ પ્રશ્ન હતો. સર્વેમાં મળેલા અભિપ્રાયો અનુસાર ૩૭% લોકોની પસંદ નરેન્‍દ્ર મોદી અને ૧૫%ની પસંદ રાહુલ ગાંધી છે. ૩-૩% લોકો સોનિયા ગાંધી અને માયાવતીના સમર્થનમાં છે. તો ૨-૨% લોકો મુલાયમ સિંહ યાદવ, અરવિંદ કેજરીવાલ અને મનમોહન સિંહને પોતાની પસંદ ગણાવી હતી.

   આ સર્વેમાં ૪૧% પુરૂષો અને ૩૧% મહિલાઓએ મોદીને વડાપ્રધાન તરીકે પહેલી પસંદ માન્‍યા હતા. તો ૧૭% પુરૂષો અને ૧૪% મહિલાઓએ રાહુલ ગાંધીને વડાપ્રધાનની પહેલી પસંદ ગણાવ્‍યા હતા.

   પોસ્‍ટ પોલ સર્વેમાં ૧૮થી ૨૨ વર્ષના ૧૫%, ૨૩થી ૨૫ વર્ષના ૧૮% અને ૨૬થી ૩૫ વર્ષના૧૬% મતદારોએ રાહુલને પોતાની પસંદ ગણાવી હતી. આ ઉપરાંત ૩૬થી ૪૫ વર્ષના ૧૫%, ૪૬થી ૫૫ વર્ષના ૧૫% અને ૫૬ વર્ષથી ઉપરના ૧૪% મતદારો રાહુલના સમર્થનમાં જોવા મળ્‍યા હતા.

   સર્વેમાં મળેલા અભિપ્રાયો અનુસાર સમગ્ર દેશમાં ૩૭% લોકોની પહેલી પસંદ મોદી છે. રાજ્‍યોની વાત કરીએ તો ઉત્તરપ્રદેશમાં ૩૯%, રાજસ્‍થાનમાં ૪૮%, હરિયાણામાં ૪૫%, ગુજરાત અને મધ્‍યપ્રદેશમાં ૪૪-૪૪% લોકોએ મોદીને પીએમ માટે પહેલી પસંદ ગણાવી હતી. બિહાર અને મહારાષ્‍ટ્રમાં ૪૨-૪૨%, દિલ્‍હીમાં ૩૮% અને પશ્ચિમ બંગાળમાં ૨૦% લોકોએ મોદીને પહેલી પસંદ માન્‍યા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati