Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પરેશ રાવલ વિરુદ્ધ કોંગ્રેસની ફરિયાદ

પરેશ રાવલ વિરુદ્ધ કોંગ્રેસની ફરિયાદ
, સોમવાર, 14 એપ્રિલ 2014 (11:53 IST)
કોંગ્રેસના ગુજરાત દળે બોલીવુડ અભિનેતા અને અમદાવાદ લોકસભા સીટ પરથી ભાજપા ઉમેદવાર પરેશ રાવલ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. રાવલ વિરુદ્ધ ફરિયાદમાં માંગ કરવામાં આવી છે કે તેમની ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે.  તેઓ કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરે છે.  
 
અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપાના ઉમેદવાર પરેશ રાવલે ગઈકાલે રાત્રે સ્વામીનારાયણ મંદિર પાસે સભાનુ આયોજન કર્યુ જેમા તેમણે અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો. એક સારા કલાકાર તરીકે જે પ્રજામાં માન ધરાવતા હતા તેમની આ અશિષ્ટ ભાષાથી તેમના ચાહકો નારાજ થયા જેમા તેઓએ કોંગ્રેસ વિરુદ્ધ બોલતા કહ્યુ હતુ કે એ લોકો કેરેક્ટરલેસ છે . તેઓ મોદીની વાતો કરે છે. આટલાથી ન અટકતા તેમણે કહ્યુ હતુ કે મોદી પરણ્યા કે ન પરણ્યા પણ તમે તો ..... પૈણી નાખ્યુ તેનુ શુ ? વધુમાં કોંગેસ પર આક્ષેપ કરતા તેમણે કહ્યુ કે મોદીને વીઝા ન મળ્યા તેની પાછળ પણ કોંગેસે જ ઓબામાને ભલામણ કરી હતી. 
 
આ પ્રકારના શબ્દોથી કોંગ્રેસ લીગલ પહેલા કંવીનર નિકુલ બલેરે ચૂંટણીપચ સમક્ષ પરેશ રાવલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમા તેઓએ અમિત શાહ અને આઝમ ખાન વિરુદ્ધ જે પગલા ભર્યા તેવા પગલા પરેશ રાવલ વિરુદ્ધ પણ ભરાય તેવી અપેક્ષા સેવી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati