Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૂંટણી પંચે મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો

ચૂંટણી પંચે મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો
, બુધવાર, 30 એપ્રિલ 2014 (15:56 IST)
ચૂંટ્ણી પંચે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે કડક વલણ અપનાવ્યુ છે. ગુજરાત કોંગ્રેસની ફરિયાદ પછી ચૂંટણી પંચે તાત્કાલિક પગલા ભર્યા અને ગુજરાતના મુખ્ય સચિવને મોદી પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્ર્વ કાયદા હેઠળ ધારા 126 1 બી હેઠળ કાર્યવાહી કરવાનુ કહ્યુ છે. ચૂંટણી પંચે ગુજરાત સરકારને મોદી સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 
 
 
ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે રાણીપ ખાતે એલ. કે અડવાણી મતવિસ્તારથી મતદાન કર્યુ હતુ. ત્યારબાદ તેમણે પાર્ટી સિમ્બોલ સાથે ફોટો જાતે જ ક્લિક કરતા જોવા મળ્યા હતા. જે ફોટો ક્ષણવારમાં સોશિયલ મીડિયા પર ફરતો થઈ ગયો. આ ઉપરાંત મીડિયા સમક્ષ કોંગ્રેસને નિશાને લેતા પ્રહાર કર્યા હતા. જેમા તેમણે મા-બેટાની સરકારનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને નિશાને લીધી હતી. 
 
જો કે મોદીના સેલ્ફી ફોટાને લઈને કોંગ્રેસ વિરોધ કર્યો હતો. તે ઉપરાંત મતદાન મથકની નજીક મોદીએ કમળનું નિશાન જાહેરમાં બતાવતા તેમની સામે ફરિયાદ થઈ છે.  જેને લઈને જીલ્લા કલેક્ટર રૂપવંત સિંહે તપાસ કરી તેનો રિપોર્ટ ચીફ ઈલેક્શન ઓફિસરને મોકલી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફરિયાદ થતા ચૂંટણી પંચે અમદાવાદ કલેક્ટરને તપાસ કરીને રિપોર્ટ આપવા જ્ણાવ્યુ હતુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati