Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૂંટણીપંચે જેને બ્રૅન્ડ-ઍમ્બેસેડર બનાવ્યા છે તેમણે પોતે ક્યારેય મતદાન જ નથી કર્યું

ચૂંટણીપંચે જેને બ્રૅન્ડ-ઍમ્બેસેડર બનાવ્યા છે તેમણે પોતે ક્યારેય મતદાન જ નથી કર્યું
, શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2014 (12:42 IST)
P.R
આગામી લોકસભાના ઇલેક્શનમાં લોકો વધુ ને વધુ મતદાન કરે અને વોટ કરવા માટે યંગસ્ટર્સ પ્રોત્સાહિત થાય એ માટે ઇલેક્શન કમિશન દ્વારા પસંદ કરવામાં આવેલા ટીમ ઇન્ડિયાના બૅટ્સમૅન ચેતેશ્વર પુજારાએ પોતે જ પોતાની અત્યાર સુધીની લાઇફમાં ક્યારેય વોટિંગ નથી કર્યું.

વોટિંગ બહુ જરૂરી છે અને તે પોતે હવે યંગસ્ટર્સને વોટિંગ કરવા માટે પ્રોત્સાહન આપવા જઈ રહ્યો છે ત્યારે તેણે ક્યારેય વોટિંગ કર્યું છે એવું જ્યારે ચેતેશ્વરને પૂછવામાં આવ્યું ત્યારે તે સહેજ મૂંઝાઈ ગયો હતો. જોકે એ પછી સ્વસ્થ થઈને ચેતેશ્વરે કહ્યું હતું કે મોટા ભાગનાં ઇલેક્શન દરમ્યાન હું મૅચમાં બિઝી હતો અને ક્યારેક એવું પણ બન્યું હતું કે હું ફૉરેનની ટૂર પર હોઉં એટલે મને એ ચાન્સ નથી મળ્યો.

૨૬ વર્ષનો ચેતેશ્વર મતદાન યોગ્ય થયાને આઠ વર્ષ થઈ ગયાં અને એ પછી પણ તે કૉર્પોરેશનથી લઈને વિધાનસભા કે લોકસભાના એક પણ ઇલેક્શનમાં વોટિંગ કરી ન શક્યો એ વાતનો તેણે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. જો વ્યક્તિ બહારગામ હોય તો પોસ્ટથી વોટિંગ કરી શકાય કે નહીં એવું જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે પણ ચેતેશ્વર મૂંઝાઈ ગયો હતો અને તેણે કબૂલ કર્યું હતું કે આવી કોઈ માહિતી તેની પાસે નથી.

Share this Story:

Follow Webdunia gujarati