Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેજરીવાલે કબૂલ્યુ કે દિલ્હીમાં સરકાર છોડવાનો નિર્ણય ખોટો હતો

કેજરીવાલે કબૂલ્યુ કે દિલ્હીમાં સરકાર છોડવાનો નિર્ણય ખોટો હતો
નવી દિલ્હી , શુક્રવાર, 11 એપ્રિલ 2014 (10:30 IST)
. આમ આદમી પાર્ટી વિરુદ્ધ અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલીવાર દિલ્હીમાં સરકાર છોડવાનો સમયને ખોટો હોવાનું કબૂલ્યુ છે. દિલ્હીમાં મતદાન પછી કેજરીવલે પોતાના આ વિચાર રજૂ કર્યા છે. કેજરીવાલે એક અંગ્રેજી છાપા ઈકોનોમિક ટાઈમ્સ સાથેની વાતચીતમાં માન્યુ કે પાર્ટીએ વધુ જોશમાં આવીને પોતાનુ રાજીનામુ આપવા માટે એક સારા સમયની રાહ જોવી હતી. 
 
કેજરીવાલે એ સ્પષ્ટ કર્યુ કે સૈદ્ધાંતિક રીતે રાજીનામુ આપવાના નિર્ણય પર તેમને કોઈ પછતાવો નથી. પણ તેઓ માને છે કે આ નિર્ણય એ રાત્રે નહોતો કરવો જોઈતો. જ્યારે બીજેપી અને કોંગ્રેસે જનલોકપાલ બિલનો રસ્તો રોક્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે કેજરીવાલે ફેબ્રુઆરી મહિનામાં માત્ર 49 દિવસ સરકાર ચલાવ્યા બાદ રાજીનામુ આપી દીધુ હતુ. અત્યાર સુધી સરકાર છોડવાને લઈને કોંગ્રેસ અને બીજેપી જ નહી લોકોનો એક સમૂહ પણ તેમના આ નિર્ણયની આલોચના કરી રહ્યા હતા. 
 
કેજરીવાલે કહ્યુ કે તેમને સરકાર છોડતા પહેલા લોકોને તેનુ કારણ બતાવી દેવુ જોઈતુ હતુ. અનેક જનસભાઓ દ્વારા પોતાની વાત લોકો સુધી પહોંચાડ્યા બાદ સરકાર છોડી શકાતી હતી. કેજરીવાલ મુજબ તરત લેવામાં આવેલ નિર્ણય અને જનતા સાથે સંવાદમાં કમીને કારણે બીજેપી અને કોંગ્રેસને આમ આદમી પાર્ટી વિશે ખોટી વાતો ફેલાવવાની તક મળી ગઈ અને તેમના પર ભગોડિયાનો ઠપ્પો લગાવી દીધો

Share this Story:

Follow Webdunia gujarati