Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આપ ના વ્યાપને અટકાવવા ભાજપાએ ચલાવ્યું ગુપ્ત અભિયાન

આપ ના વ્યાપને અટકાવવા ભાજપાએ ચલાવ્યું ગુપ્ત અભિયાન
, ગુરુવાર, 30 જાન્યુઆરી 2014 (13:27 IST)
ગુજરાતમાં ત્રીજા રાજકીય પક્ષ મહત્ત્વનું પરિબળ સાબિત થયું નથી અને આમઆદમી પાર્ટી-આપનો રાજ્યમાં કોઈ જનાધાર નથી જેવી ટિપ્પણી ભાજપના આગેવાનો કરે છે ત્યારે બીજીતરફ 'આપ'ના 'તાપ'થી ધ્રુજી ગયેલી ભાજપ સરકારે ભાજપના જિલ્લા પ્રભારીઓ પાસે જિલ્લાદીઠ ગુજરાતભરમાંથી 'આપ'માં જોડાયેલાં અગ્રણીઓના નામ, કામગીરી, ધંધો-વ્યવસાય, ફાળો આપનારી વ્યક્તિ-સંસ્થા, આપની કામગીરીમાં સ્વૈચ્છિક સંસ્થાઓની ભૂમિકા વગેરે સહિતની વિસ્તૃત વિગતો સાથેની યાદી તૈયાર કરાવી છે.
P.R

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં રાજ્યમાં 'આપ'ના વધી રહેલાં 'વ્યાપ'ને અટકાવવા માટેની રણનીતિ ઉપર ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, ભાજપના અગ્રણીઓ-પદાધિકારીઓ જાહેરમાં 'આપ'ને ગણકારતા નથી તેવો દેખાડો કરે છે પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરીણામોનું પુનરાવર્તન ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ન થાય તેની પૂરી તકેદારી રાખી રહ્યા છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસમાંથી છૂટા પડીને ત્રીજો રાજકીય પક્ષ ઉભો કરવાના પ્રયાસ થયા છે પરંતુ આ ત્રીજા પક્ષની સરકાર લાંબો સમય સત્તા પર રહી શકી નથી અને કેટલાક પક્ષનું બાળમરણ થયું છે.

આ સંજોગોમાં ગુજરાતની જનતા ત્રીજા પક્ષને બહુ મહત્ત્વ આપતી નથી તેવું એકથી વધુ વાર પૂરવાર થયું હોવા છતાં ભાજપ લોકસભાની આગામી ચૂંટણીમાં કોઈ જોખમ ખેડવા તૈયાર નથી. સૂત્રોએ જણાવ્યું કે, આપના ઉદય સમયે ભાજપે ગુજરાતમાં આપને રોકવા માટે સંગઠનને સક્રિય જવાબદારી સોંપી હતી પરંતુ ગુજરાતમાં ધીમે ધીમે જે રીતે આપનો વ્યાપ વધી રહ્યો છે તે જોતાં ખુદ સરકાર પણ આપને અટકાવવા સક્રિય થઈ ગઈ છે, જે બતાવે છે કે, આપથી સરકાર કેટલી ડરેલી છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati