Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકસભા ચૂંટણી - 9મા તબક્કામાં 41 સીટો માટે મતદાન શરૂ

લોકસભા ચૂંટણી -  9મા તબક્કામાં 41 સીટો માટે મતદાન શરૂ
નવી દિલ્હી , સોમવાર, 12 મે 2014 (08:17 IST)
. નવમા ચરણમાં ત્રણ રાજ્યોની 41 લોકસભા સીટો પર મતદાન શરૂ થઈ ચુક્યુ છે. આ ચરણમાં ઉત્તરપ્રદેશની 18, પશ્ચિમ બંગાળની 17 અને બિહારની 6 સીટો પર વોટ નાખવામાં આવી રહ્યા છે. પણ સૌની નજર વારાણસીની હાઈ પ્રોફાઈલ સીટ પર ટકી છે. જ્યાથી નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ અને અજય રાય ચૂંટણી મેદાનમાં છે. 
 
વોટિંગને ધ્યાનમાં રાખતા બનારસમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. સમગ્ર બનારસને  કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યુ છે. આ વર્ષે લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારોના બાબતે પણ આ સીટ ઓળખાશે. જેના પર 42 ઉમેદવારો પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે. 
 
આ રાજ્યોમાં થઈ રહ્યુ છે વોટિંગ 
 
લોકતંત્રના મહાપર્વના નવમા અને અંતિમ તબ્બકામાં સવારે સાત વાગ્યાથી જ ત્રણ રાજ્યોના અનેક મતદાન કેન્દ્રો પર લાંબી લાઈનો લાગી ગઈ, એ જ રીતે જે રીતે આઠ તબક્કામાં જોવા મળ્યુ. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની 18, પશ્ચિમ બંગાળની 17 અને બિહારની 6 સીટો માટે વોટ નાખવામાં આવી રહ્યા છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati