Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકસભા ચૂંટણીની સાથે સાથે આંધ્રપ્રદેશ, ઓરિસ્‍સા અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી

લોકસભા ચૂંટણીની સાથે સાથે આંધ્રપ્રદેશ, ઓરિસ્‍સા અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી
નવીદિલ્‍હી , બુધવાર, 5 માર્ચ 2014 (17:15 IST)
P.R
લોકસભાની ચૂંટણીની સાથે સાથે કેટલાક રાજ્‍યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. જેના ભાગરૂપે આંધ્રપ્રદેશ, ઓરિસ્‍સા અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવામાં આવશે. મુખ્‍ય ચૂંટણી કમીશનર વી એસ સંપથે આજે આ મુજબની જાહેરાત કરી હતી. આની સાથે જ છેલ્લા ધણા દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. આચાર સહિતા તાત્‍કાલિક ધોરણે અમલી બનાવી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્‍પક્ષ રીતે પાર પાડવા માટે પણ ચૂંટણી પંચે કમરકસી લીધી છે. કોઈપણ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પૂરતી સંખ્‍યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવશે. સાવચેતીના તમામ પગલાં લેવાની ખાતરી પણ આપી છે.

ચૂંટણીમાં પહેલી વાર...

- તમામ નક્‍સલપ્રભાવિત વિસ્‍તારોમાં એકસાથે મતદાન થશે- દેશના ઈતિહાસના અત્‍યારસુધીની સૌથી મોટી ચૂંટણી- દેશના ઈતિહાસની અત્‍યારસુધીની સૌથી મોંઘી ચૂંટણી- સૌથી વધુ મતદાતાઓ આ વખતે મતાધિકારનો પ્રયોગ કરશે

- ઓપિનિયન પોલ પર કોઈ પ્રતિબંધ નહીં, પરંતુ એક્‍ઝિટ પોલ્‍સ પર પ્રતિબંધ રહેશે.

- ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત આશરે ૮૧ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

- પ્રથમ વખત ચૂંટણી નવ તબક્કાઓમાં પૂર્ણ થશે. ગયા વખતે પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી

- ફોટો વોટર સ્‍લીપનો પ્રથમ વખત અમલ. તેનાથી મતદારને તેના પોલિંગ બુથની માહિતી અને સરનામું તથા તેના સિરિયલ નંબર તેની ઉપર છપાયેલા હશે. તેમાં ચૂંટણી તારીખ પહેલા ત્રણથી સાત દિવસ પૂર્વે વિતરણ થશે.

- પહેલી વાર મતદારોને નોટાનો વિકલ્‍પ મળશે.

- અમુક બેઠક પર ઈલેક્‍ટ્રોનિક વોટિંગ મશિનની સાથે ઈલેક્‍ટ્રોનિક ટ્રેલનો પણ પ્રયોગ કરવામાં આવશે. જેના પરથી મતદાતાને ખબર પડશે કે મત પડ્‍યો છે કે નહીં.(૨૫.૭)

Share this Story:

Follow Webdunia gujarati