Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદી લખનૌ થી ચૂંટણી લડશે કે વારાણસીથી એ સંઘ નક્કી કરશે !!

મોદી લખનૌ થી ચૂંટણી લડશે કે વારાણસીથી એ સંઘ નક્કી કરશે !!
નવી દિલ્હી : , શુક્રવાર, 7 માર્ચ 2014 (12:59 IST)
P.R
ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ વખતે કંઈ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે તેનો નિર્ણય રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ નક્કી કરશે. મોદીની સીટનો મામલો સંઘ પરિવારની પાસે ગયો છે. આરએસએસની અંતિમ મ્હોરની સાથે જ આ ફાઈનલ થશે કે મોદી વારણસીથી લડશે કે લખનૌથી ?

બેંગ્લોરમાં આરએસએસના પ્રતિનિધિ સભામાં નિર્ણયના પછીથી 8 માર્ચે ભાજપના પીએમ ઉમેદવારની સીટનું એલાન થઈ શકે છે. આમ તો સીટની બાબતે ભાજપનો આંતરિક ઝઘડો રસ્તા પર ઉતરેલો દેખાઈ રહ્યો છે. વારાણસીમાં મુરલી મનોહર જોશીએ સમર્થનમાં પોસ્ટર લગાવી ચૂક્યા છે. વારણસીની ગલિઓ અને રસ્તાઓ પર જોશીને શુભકામના પાઠવતાં પોસ્ટરોએ એક નવા વિવાદને જન્મ આપ્યો છે. પોસ્ટર પર હોળીની શુભકામનાની સાથે લખ્યું છે કે બોલ્યા કાશી વિશ્વનાથ, ડૉ.જોશીનો આપશે સાથ આ સ્લોગને મોદી અને જોશીના કાર્યકર્તાઓ સામ સામે લાવી દીધા છે.

વારાણસીમાં મુરલી મનોહર જોશી સાંસદ છે, જે સીટ ખાલી કરવાને માટે તૈયાર નથી. હવે યૂપીના નેતા મોદીને લખનૌથી ચૂંટણી લડવાનું આમંત્રણ આપી રહ્યા છે. જ્યાં પોતે પાર્ટા અધ્યક્ષ રાજનાથ સિંહની નજર છે.જ્યાં સુધી આરએસએસની વાત છે, તેઓની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા 7 માર્ચથી શરૂ થઈ રહી છે. દેશભરમાંથી સંઘના ઓછામાં ઓછા 1400 ચૂંટેલા પ્રતિનિધિ અને પદાધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. આરએસએસના નેતા મનમોહન વૈઘે કહ્યું કે સભામાં કોઈ પણ રાજકીય નિર્ણય નહી લેવામાં આવે, તેમનું કહેવું છે કે સભા માત્ર સંઘના કામકાજ પર ચર્ચા કરવા અ તેમનું મૂલ્યાંકન કરવાને માટે છે.

ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ અને મહાસચિવ રામલાલ પણ 8મી માર્ચે સભામાં ભાગ લેવાના છે. ઔપચારિક રીતે આરએસએસ એવું કહેતું આવ્યું છે કે ભાજપ પોતાનો નિર્ણય પોતે લે છે, તેની પર સંઘનું કોઈ દબાણ નથી કે કોઈ હસ્તક્ષેપ

Share this Story:

Follow Webdunia gujarati