Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદી નહી બને પીએમ - મમતા બેનર્જી

મોદી નહી બને પીએમ - મમતા બેનર્જી
, ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2014 (11:22 IST)
P.R
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક ખાનગી ચેનક સાથેના ઈંટરવ્યુ દરમિયાન કહ્યુ કે દેશમાં મોદીની સરકાર નહી આવે અને મોદી પીએમ નહી બને. મમતાએ કહ્યુ કે લોકસભા ચૂંટણીમાં અમે ન તો કોંગ્રેસનુ સમર્થન કરીશુ કે ન તો બીજેપીનુ.

મમતા બેનર્જીએ કહ્યુ કે દેશમાં જમીનદારી પ્રથા બંધ થઈ ગઈ છે. હવે દેશની રાજનીતિમાં પણ જમીનદારી પોલિટિક્સ બંધ થવી જોઈએ. બીજી પાર્ટીના મોટા નેતા પણ છે, અમે તેમની સામે નાના છીએ.


અન્ના હજારે દ્વારા મમતાને સપોર્ટ કરવાના પ્રશ્ન પર મમતાએ કહ્યુ કે હુ અન્ના હજારેનો ખૂબ રિસ્પેક્ટ કરુ છુ. એક વડીલ હોવાના છતા તેઓ સોશિયલ લાઈફમાં વ્યસ્ત છે. તેમણે યોગ્ય કહ્યુ છે કે જો 100 સીટ પણ આવે છે તો અમારે માટે સારુ રહેશે. અમે અન્નાના નામનો ઉપયોગ નથી કરી રહ્યા.

મમતાએ કહ્યુ કે અમે નેશનલ લેવલ પર પહેલા પણ કામ કર્યુ છે. રેલવે મંત્રી રહી ચુકેલ હતી. ગુજરાતના ભુજમાં જ્યારેભૂકંપ આવ્યો હતો ત્યારે અમે એક રાત્રે રેલ લાઈન બનાવીને ભુજ મોકલી દીધા હતા. ત્યારબાદ અટલ બિહારી વાજપેયીની સાથે ભુજનો પ્રવાસ કર્યો હતો.

બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો સપોર્ટ કરવાના પ્રશન પર મમતાએ કહ્યુ કે અમે અટલ બિહારી વાજપેયીને એક વર્ષ સુધી બહારથી સાથ આપ્યો હતો. એ દરમિયાન વાજપેયીએ કોઈ ખોટા કામ નહોતા કર્યા. પણ જ્યારે રામજન્મભૂમિની વાત આવી તો અમે જુદા થઈ ગયા. અમે કોંગ્રેસ કે બીજેપી કોઈને પણ સપોર્ટ નહી કરીએ. રહી વાત કેન્દ્રમાં સરકારની તો ત્યા મોદીની સરકાર નહી આવે. આ તો આજનો ઓપિનિયન પોલ છે. ત્રણ દિવસ પછી શુ થાય છે એ કોઈને ખબર નથી.

શુ તમે મુસ્લિમ વોટરના સપોર્ટને કારણે મોદીને સપોર્ટ નથી કરી રહ્યા ? આ પ્રશ્નના જવાબમાં મમતાએ કહ્યુ કે અમે કોઈ રમખાણોને સપોર્ટ નહી કરીએ. અમારી સાથે માયનોરિટી મેજોરિટી બધુ છે. પણ માનનોરિટીને પણ અમે મહત્વ આપીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમારુ રાજ્ય સ્ટ્રોંગ બને. અમે કોઈનાથી ગભરાતા નથી. અમે ઈચ્છીએ છીએ કે દેશમાં રાજનીતિ અને એડમિનિસ્ટ્રેશનમાં ફેરફાર થાય. સૌને માટે કામ કરવુ જરૂરી છે. ચૂંટણી પહેલા પાર્ટીઓ બોલે છે શુ અને ચૂટણી પછી કરે કંઈક બીજુ જ છે.

Share this Story:

Follow Webdunia gujarati