Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપના ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ થઈ આક્રમક, હવે આંખ ખુલી ?

ભાજપના ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ થઈ આક્રમક, હવે આંખ ખુલી ?
, બુધવાર, 30 એપ્રિલ 2014 (16:47 IST)
નવ ચરણોના મતદાનનુ આજે સાત ચરણ પુરા થવાના છે અને હવે જઈને કોંગ્રેસની કુંભકર્ણી ઊંઘ ઉડી છે. પાર્ટીએ  ફેસબુક પર રજૂ પોતાની ફેક્ટબુકમાં  મોદી સહિત પોતાના બધા રાજનીતિક વિરોધીઓ પર નિશાન તાક્યા છે.  પણ કોંગ્રેસનુ આ આક્રમક પ્રચાર ત્યારે થઈ રહ્યો છે જ્યારે પ્રચારનો સમય પુરો હાથમાંથી નીકળી ચુક્યો છે. હવે માત્ર બે ચરણોનુ મતદાન બાકી છે. 
 
મોદીના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથેના સંબંધો અને તેમને સરકારી જમીન આપવા બાબતે કોંગ્રેસે પોતાની ફેક્ટબુકમાં કહ્યુ છે કે મોદીએ અદાણીને એક રૂપિયાથી લઈને 32 રૂપિયા પ્રતિ વર્ગ મીલ સુધીની 15,946,32 એકર જમીન આપી છે. આ જમીન આપવામાં બધા નિયમો કાયદોને અભરાઈ પર મુકી દીધા છે. આની તુલનામાં મારૂતિ સુઝુકી ટાટા મોટર્સ, ટીસીએસ, ફોર્ડ અને ટોરેંટ પાવરને પ્રતિ વર્ગમીલ જમીન ખરીદવા માટે 670 ગુણાથી લઈને 6000 ગુણા સુધી વધુ રકમ ચુકવવી પડી.  ગુજરાત સરકારની રિપોર્ટ્સના મુજબ અદાણી ઉપરાંત અન્ય કોઈ કંપનીને કોડિયોના ભાવે નથી આપવામાં આવી.   
 
મોદી રાજ્યમાં અદાણીની સંપત્તિ ખૂબ વધી છે. વર્ષ 2002માં તેમની પાસે જ્યા 76 કરોડ 50 લાખ ડોલરની રકમ હતી ત્યા 2013માં આ સંપત્તિ વધીને 8.8 અરબ ડોલર થઈ ગઈ. હવે તમે જ નક્કી કરી લો કે મોદી ઉદ્યોગલક્ષી છે કે અદાણી લક્ષી ? 
 
આ રીતે પજાબમાં અકાળી દલ ભાજપાનો ભ્રષ્ટાચાર પણ ઓછો નથી. મુખ્યમંત્રી બાદલનુ કહેવુ છે કે ભારતમાંથી કોઈ પણ લોકપાલ ભ્રષ્ટાચાર સમાપ્ત નથી કરી શકતો. તેમને સારી રીતે જાણ છે કે તેઓ શુ કરી રહ્યા છે. હોટલ અને ટ્રાસપોર્ટ ક્ષેત્રમાં તેમના પરિવારનુ રોકાણ એટલુ વધુ છે કે અનેક કંપનીઓના નામ પર કામકાજ ચાલી રહ્યુ છે. તેમના બે મંત્રી અને એક સાંસદ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. રાજ્યના એક પૂર્વ નાણાકીય મંત્રીનું કહેવુ છે કે પંજાબ દેશનો સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય છે. જે લોકો રાજ્યને લૂટી રહ્યા છે. તેમને મંત્રીઓ તરફથી સરકારી રક્ષણ મળી રહ્યુ છે.  જો બાદલ પણ લોકપાલની મજાક કરે તો આશ્ચર્યની નહી કહેવાય.   
 
પંજાબના અકાલી ભાજપા શાસને તેના ડ્રગ રૈકેટ માટે પણ જાણીતા છે. પહેલા તો રાજ્ય સરકારે પંજાબના આ 700 કરોડ રૂપિયાના ડ્રગ રેકેટમાં મંત્રીઓના શામિલ થવાની વાત જ રદ્દ કરી હતી. પણ જ્યારે રાજ્યના પૂર્વ ડીજીપી શશિકાંતે આ મંત્રીઓ અને વિઘાયકોને રેકેટ ચલાવનારા બતાવ્યા ત્યારે વાતને સ્વીકાર કરવામાં આવી. રાજ્યના 75 ટૃકા યુવા નશાના ગુલામ છે અને 65 ટકા કુંટુબ તેનાથી પ્રભાવિત છે. શુ પંજાબને આવી સરકારની જરૂર છે ?  
 
મધ્યપ્રદેશમાં ભાજપાના વિકાસના ફોટોશોપ મોડલ સામે આવ્યુ છે. રાજ્ય સરકારનો દાવો છે કે તેણે બીમાર રાજ્યને સ્વસ્થ બનાવ્યુ છે.  પણ ત્રણ બુનિયાદી જરૂરિયાતોના મુદ્દા પર રાજ્ય સરકાર નિષ્ફ્ળ છે. વીજળી, પાણી અને રસ્તાના મુદ્દા પર સરકાર કશુ કરી નથી શકી.  રાજ્યના મુખ્યમંત્રીને વિકાસ બતાડવા માટે દિલ્હી કલકત્તાના હાઈવે અને ઈરાનના ખેતરોને પોતાના રાજ્યમાં બતાવવા પડ્યા.  છેવટે આનાથી વધુ ફોટોશોપ વિકાસ પણ શક્ય નથી ? 
 
ફેક્ટબુકમાં કોંગ્રેસે યૂપીએ અને એનડીએના આર્થિક રિપોર્ટ કાર્ડની પણ તુલના બતાવી છે. એવુ કહેવાય રહ્યુ છે કે યૂપીએના શાસનકાળમાં ભારતનો વિકાસ રોકાય ગયો હતો. એનડીએએ વર્ષ 1998થી 2003 દરમિયાન દેશની જીડીપીને 423.2 બિલિયનથી 617.7 બિલિયન સુધી પહોંચાવ્યો હતો. તેનાથી ઉલટુ યૂપીએ 1 (2004-2009) દરમિયાન દેશની જીડીપી 617.7 બિલિયનથી 1224.1 બિલિયન થઈ ગઈ હતી. કહેવાનો મતલબ એ કે જીડીપી વિકાસ બમણી થઈ ગઈ હતી. 
 
યૂપીએ 2 દરમિયાન સખત વૈશ્વિક આર્થિક પર્યાવરણ છતા જીડીપી 1224.1 બિલિયનથી 1841.7 બિલિયન વર્ષ 2013ના અંત સુધી થઈ ગઈ હતી. યૂપીએ સરકાર દરમિયાન 10 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ત્રણ ગણી વધી ગઈ અને આ આંકડા જ સત્ય બતાવી રહ્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati