Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેજરીવાલ રિક્ષાવાળાએ લાફો મારતા રાજઘાટ પર મૌન ધારણ કરી બેસ્યા

કેજરીવાલ રિક્ષાવાળાએ લાફો મારતા રાજઘાટ પર મૌન ધારણ કરી બેસ્યા
નવી દિલ્હી : , મંગળવાર, 8 એપ્રિલ 2014 (15:47 IST)
W.D
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને આજે એક રોડ શો દરમિયાન ઓટો ડ્રાઈવરે થપ્પડ મારી દીધી. તેઓ આમ કિરાડી વિસ્તારમાં આમ આદમી સમર્થક રાખી બિડલાના સમર્થન માટે રોડ શો કરી રહ્યા હતા. ત્યારે આ ઓટો ડ્રાઈવર ફૂલ માળા લઈને તેમની કારના બોનટ પર ચઢ્યો. તેણે પહેલા કેજરીવાલને માળા પહેરાવી અને પછી લાફો મારી દીધો. આ ઘટના પછી કેજરીવાલ પોતાના સમર્થકો સાથે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર બેસી ગયા. AAP નેતા મનીષ સિસોદિયાએ સમર્થકોને રાજઘાટ પહોંચવાની અપીલ પણ કરી. આ ઘટનાથી કેજરીવાલ ચોંકી ગયા છે.

લાફો માર્યા બાદ કેજરીવાલનો ચહેરો સૂજી ગયો છે. થપ્પડ મારનાર ઓટોવાળાનું નામ લાલી બતાવાયુ છે. તે અમન વિહાર વિસ્તારનો રહેનારો છે. ઘટના બાદ કેજરીવાલે ટ્વીટ પણ કર્યુ. તેમણે લખ્યુ, 'હુ વિચારી રહ્યો કે મારા પર સતત હુમલા કેમ થઈ રહ્યા છે. તેનુ માસ્ટર માઈંડ કોણ છે. તે શુ ઈચ્છે છે ?

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર આજે એક વાર ફરી હુમલો થયો. મળેલ જાણકારી પ્રમાણે પશ્ચિમ દિલ્હીના સુલ્તાનપુરી વિસ્તારમાં એક રોડ શો દરમ્યાન રિક્ષા ડ્રાઈવરે કેજરીવાલને થપ્પડ માર્યો છે.

આ પહેલા રાજધાની દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન હુમલો કર્યો. આ વ્યક્તિએ કેજરીવાલને મુક્કો મારવાનો પ્રયત્ન કર્યો હતો. ભિવાનીમાં પણ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો હતો. હરિયાણાના ચરખી દાદરીમાં પણ એક અજાણ વ્યક્તિએ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે દિલ્હી સહિત 91 સીટો પર આજે સાંજે ચૂંટણી પ્રચાર અટકી જશે, સાંજે 5 વાગ્યા પછી ત્રીજા ભાગને માટે ઉમેદવાર મત નહી માગી શકે.

નેતાઓની રેલી

આજે કર્ણાટકમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીની રેલી છે. ત્યાં કેજરીવાલ દિલ્હીમાં રોડ શો કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati