Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આમ આદમી પાર્ટીમાં ટિકિટ માટે કુમાર વિશ્વાસ અને શાજિયા ઈલ્મી બન્યા બાગી

આમ આદમી પાર્ટીમાં ટિકિટ માટે કુમાર વિશ્વાસ અને શાજિયા ઈલ્મી બન્યા બાગી
નવી દિલ્હી. , બુધવાર, 12 માર્ચ 2014 (10:59 IST)
P.R


લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આમ આદમી પાર્ટીમાં ટિકિટની વહેંચણીને લઈને યુદ્ધ છેડાય ગયુ છે. અરવિંદ કેજરીવાલના બે નેતા કુમાર વિશ્વાસ અને શાજિયા ઈલ્મીએ બગાવત કરી છે.

માહિતી મુજબ કુમાર વિશ્વાસ અને શાજિયા ઈલ્મી ટિકિટની વહેંચણીને લઈને ખૂબ જ નારાજ છે. આ બંને નેતાઓએ ટ્વીટ દ્વારા પોતાના ગુસ્સાને વ્યક્ત કર્યો છે. તેનાથી સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટીમાં ટિકિટને લઈને ઝગડો વધી ગયો છે.

કુમાર વિશ્વાસે સોમવારે ટ્વીટ કર્યુ, જેમા તેમણે લખ્યુ 'ચઢતી નદીમે નાલે ગીરેંગે તો આસ્થાવાન સ્નાનસે ભી ડરેગા, આચમન તો ભૂલ હી જાઓ' કુમાર કેટલાક લોકોને પાર્ટી તરફથી ટિકિટ આપવાથી ખૂબ નારાજ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કુમાર વિશ્વાસ રાહુલ ગાંધી વિરુદ્ધ અમેઠી ચૂંટણી મેદાનમાં છે. નારાજગીના સમાચાર મીડિયામાં આવ્યા બાદ મંગળવારે અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યુ અને તેમણે લખ્યુ કે મોદી પર સીધો હુમલો કર્યા બાદ કેટલાક નવા સંબંધો નવા રૂપમાં જોવા મળ્યા છે. કહેવાય છે કે તેમનો ઈશારો કુમાર વિશ્વાસ તરફ હતો. કુમાર એક કવિ સંમેલન દરમિયાન સાર્વજનિક રૂપે નરેન્દ્ર મોદીના વખાણ કરી ચુક્યા છે.

આપ નેતા શાજિયા ઈલ્મીએ બધી અટકળો પર વિરામ લગાવવાની માંગ કરતા કહ્યુ કે તેઓ કોંગ્રેસ અધ્યસ્ક્ષ વિરુદ્ધ રાયબરેલીથી ચૂંટણી નથી લડી રહી. શાજિયાએ ટ્વીટ કર્યુ કે હુ રાયબરેલીથી ચૂંટણી નથી લડી રહી. મેં ક્યારેય તે અંગે સહમતિ દર્શાવી નથી. હુ છેલ્લા બે મહિનાથી આ વાતને નકારી રહી છુ. એવુ કહેવાતુ હતુ કે શાજિયા રાયબરેલીથી સોનિયા વિરુદ્ધ લોકસભા ચૂંટણી લડશે. શાજિયા દિલ્હી વિધાનસભામાં આરકે પુરમ સીટ પર ઉભી હતી, પણ તે ત્યા ખૂબ જ ઓછા અંતરે હારી ગઈ હતી.

Share this Story:

Follow Webdunia gujarati