Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાત લોકસભાચૂંટણી પ્રચારમાં મેદાને ઉતરશે.

આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાત લોકસભાચૂંટણી પ્રચારમાં મેદાને ઉતરશે.
, બુધવાર, 16 એપ્રિલ 2014 (12:15 IST)
આવનારી લોકસભા ચૂંટણીઓ આમ આદમી પાર્ટી માટે સૌપ્રથમ લોકસભા ચૂંટણીઓ છે. છેલ્લા એક વર્ષથી આમ આદમીઓ દ્વારા સ્થાપિત થયેલી આમ આદમી પાર્ટી છેલ્લા ૬૫ વર્ષથી દેશની પ્રજાને લુંટી રહેલી સ્થાપિત રાજનીતિક પાર્ટીઓને હંફાવી રહી છે. પહેલી જ વખતની લોકસભા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ સવા ચારસોથી વધુ ઉમેદવારો દેશ ભરમાં જંગે ઉતાર્યા છે, જે આ વખતની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને ભાજપ કરતા પણ વધુ છે. આટલા બધા ઉમેદવારો ઉભા કરવાનું એક માત્ર કારણ ભ્રષ્ટાચારી રાજકારણીઓને સંસદમાં જતા રોકવાનું છે. એ આંખે દેખાય છે કે ભાજપ અને કોંગ્રેસને ભ્રષ્ટાચારીઓને રોકવામાં નહિ પણ ફક્ત ૨૭૨+ ના આંકડા અને તેની પાચલ આવતી સત્તામાં રસ છે, જે માટે તેઓ નિમ્ન કક્ષાની જોડ-તોડની રાજનીતિમાં વ્યસ્ત છે. આ એ પણ બતાવે છે કે આમ આદમી પાર્ટીને પોતાને મળી રહેલા જન સમર્થનમાં કેટલો વિશ્વાસ છે.

ગુજરાતની ચૂંટણીઓ માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારો જયારે ચૂંટણી પ્રચાર માટે કમર કસી રહ્યા છે ત્યારે તેમનો ઉત્સાહ વધારવા તથા ગુજરાતની જનતા સમક્ષ આમ આદમી પાર્ટીના વિચારો યોગ્ય રીતે પહોંચાડવા અને કહેવાતા વિકાસ મોડલની સચ્ચાઈ ગુજરાતની જનતા સમક્ષ લાવવા આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ૧૬ થી ૨૬ તારીખોમાં મેદાને ઉતરશે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તા, દિલ્હીના ઉમેદવાર આશિષ ખેતાન, રાષ્ટ્રીય પ્રવક્તા યોગેન્દ્ર યાદવ, દિલ્હીના ઉમેદવાર અને ગાંધી બાપુના પ્રપૌત્ર રાજમોહન ગાંધી, લોકસભા પી.એ.સી. ના સભ્ય સંજય સિંહ તથા પ્રશાંત ભૂષણનો સમાવેશ થાય છે. આ સાથે ઘણા જાણીતા ચહેરાઓ પણ પોતપોતાના ક્ષેત્રોમાં થતા પ્રચારમાંથી સમયની ઉપલબ્ધી પ્રમાણે આવશે. આ પ્રચારકો ગુજરાતની વિવિધ લોકસભા બેઠકો ઉપર સભાઓ, રોડ શો, કાર્યકર્તા સંમેલનો વગેરેમાં ભાગ લઇ પ્રચાર કાર્ય આગળ ધપાવશે. આ સર્વેનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં મોકલાશે.

Share this Story:

Follow Webdunia gujarati