Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દરેક મનોકામના પૂરી કરે છે શ્રી ગણેશ

દરેક મનોકામના પૂરી કરે છે શ્રી ગણેશ
ઘાર્મિક માન્યતા મુજબ હિન્દૂ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન રાખે છે. બધા દેવતારોમાં તેમની પૂજા-અર્ચના સર્વપ્રથમ કરવામાં આવે છે. શ્રી ગણેશજી વિઘ્ન વિનાયક છે. ભાદ્રપદ શુક્લ ચતુર્થીને મધ્યાહ્નના સમયે ગણેશજીનો જન્મ થયો હતો.

શ્રી ગણેશ શિવ અને પાર્વતીનો બીજો પુત્ર છે. ભગવાન ગણેશનુ સ્વરૂપ ખૂબ જ મનોહર અને મંગલદાયક છે. તેઓ એકદંત અને ચતુર્બાહુ છે. પોતાના ચારે હાથોમાં ક્રમશ: પાશ, અંકુશ, મોદકપાત્ર અને વરમુદ્રા ધારણ કરે છે.

તેઓ રક્તવર્ણ, લ્મ્મ્બોદર, શૂર્પકર્ણ અને પીતવસ્ત્રધારી છે. તેઓ રક્ત ચંદન ધારણ કરે છે અને તેમને રક્તવર્ણ પુષ્પ વધુ પ્રિય છે. તેઓ પોતાના ઉપાસકો પર તરત જ પ્રસન્ન થઈને તેમની બધી મનોકામના પૂરી કરે છે. તેઓ પંથક પૂજ્ય, વર્ણોના ઈશ, સ્વસ્તિક રૂપ અને પ્રણવ સ્વરૂપ છે.

ભગવાન શ્રી ગણેશના 16 નામ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ નામોના પાઠ અથવા શ્રવણ કરવાથી વિદ્યારંભ, વિવાહ, ગૃહ-નગરોમાં પ્રવેશ અને ગૃહ-નગરમાં યાત્રામાં કોઈ વિધ્ન નથી આવતુ.

1. સુમુદ 2. એકદંત 3. કપિલ, 4. ગજકર્ણક 5. લંબોધર 6, વિકટ 7. વિધ્નનાશક 8. વિનાયક 9. ધૂમકેતુ 10. ગણાધ્યક્ષ 11. ભાલચંદ્ર 12. વિધ્નરાજ 13. દૈમાતુર 14. ગણાધિપ 15. હેરમ્બ 16. ગજાનન

Share this Story:

Follow Webdunia gujarati