Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગણેશજીના આ મંદિરમાં દર્શન માટે આવો અને જેવુ જોઈએ તેવુ ઘર મેળવો

ગણેશજીના આ મંદિરમાં દર્શન માટે આવો અને જેવુ જોઈએ તેવુ  ઘર મેળવો
, ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (15:00 IST)
દરેક વ્યક્તિનુ સપનું હોય છે કે તેનુ પોતાનુ ઘર હોય. આ સપનુ પુરૂ કરવા માટે ખૂબ મહેનત કરવામાં આવે છે. પણ છતા પણ લોકો પોતાનુ મકાન બનાવવામાં સફળ થતા નથી. જૈસલમેર જીલ્લાથી બાર કિલોમીટર દૂર ચૂંધિ સ્થાન પર ગણેશજીનું મંદિર છે. આ મંદિરમાં આવનારા ભક્તો મંદિરની આજુબાજુ વિખરાયેલા પત્થરોથી પોતાનુ મનગમતુ ઘર બનાવે છે અને ગણેશજીને પ્રાર્થના કરે છે કે જેવુ ઘર તેમણે તેમના મંદિરમાં બનાવ્યુ છે એવુ જ ઘર તેમનુ પોતાનુ પણ જલ્દી બનાવી દો.  ગણેશજી પોતાના ભક્તોની પુકાર તરત જ સાંભળીને તેમને પોતાનુ ઘર આપી દે છે.  
 
બુધવારે વિશેષ રૂપે ભક્ત ગણેશજીના મંદિરમા દર્શન માટે આવે છે. ચૂંધિના ગણેશ મંદિરને ચમત્કારી માનવા ઉપરાંત અહી એક અદ્દભૂત ઘટના બને છે. વર્ષાઋતુના દિવસોમાં ગણેશજીનુ મંદિર સ્થાનીક નદીના વહેણથી પાણીમાં ડૂબી જાય છે. મંદિરની ચાર બાજુ પથરીલો વિસ્તાર છે. ગણેશજીની પ્રતિમા સામે મૂષકની મૂર્તિ છે.  
 
મંદિરના બંને બાજુ બે કુંવા સ્થાપિત છે. આ કુંવા વિશે કહેવાય છે કે આ કુંવામાં હરિદ્વારામાં વહેનારી ગંગા માતાનુ પાણી આવે છે. કારણ કે કહેવત છે કે એક શ્રદ્ધાળુ ભક્તના સંબંધી હરિદ્વારમાં ગંગા સ્નન કરી રહ્યા હતા અને તે પોતે ચુંધિના આ કુવા સામે તપસ્યા કરી રહ્યા હતા. સ્નાન કરતી વખતે તેમના સંબંધીના હાથમાંથી કંગન નીકળીને ગંગામાં વહી ગયુ. કંગન વહેતુ વહેતુ ચુંધિમાં આવી ગયુ. એવુ પણ માનવામાં આવે છે કે વર્ષમાં એકવાર આ કુંવામાં ગંગાનું પાણી પ્રાકૃતિક રૂપે આવી જાય છે.  
 
ગણેશજીના મંદિર સામે રામ દરબારનુ મંદિર છે. જેમા શ્રી રામ પોતાની પત્ની સીતા, ભાઈ લક્ષ્મણ અને પોતાના પરમ પ્રિય હનુમાનજી સંગ વિરાજમાન છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાળ રૂપમાં પારણાંમાં વિરાજીત છે. મંદિરમાં આવમારા ભક્તો પારણું ઝૂલાવતા રહે છે.  આ મંદિરની એકદમ સામે શિવ મંદિર છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati