ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં શોભાયમાન થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે ગણેશજીને કૈલાશ પર્વત પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન મૂષક છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી આ વિષયમાં ઘણી કથાઓ મળે છે. એક કથા પ્રમાણે ગજમુખાસુર નામના એક અસુર સાથે ગજાનંદને યુદ્ધ કરવું પડ્યું હતું. ગજમુખાસુરને એવું વરદાન મળેલું હતું કે તે કોઈ અસ્ત્રથી ન મરી શકે.
ગણેશજીએ આને મારવા માટે પોતાનો એક દાંત તોડ્યો અને ગજમુખાસુર પર ઘા કર્યો. ગજમુખાસુર આનાથી ભયભીત થયો અને મૂષક (ઉંદર) બનીને દોડવા લાગ્યો. ગણપતિએ મૂષક બનેલા ગજમુખાસુરને પોતાના પાશમાં બાંધી દીધો. ગજમુખાસુર ગણેશજીની માફી માગવા લાગ્યો. ગણેશજીએ ગજમુખાસુરને પોતાનું વાહન બનાવીને જીવનદાન આપ્યું.
વધુ એક કથાનો ઉલ્લેખ ગણેશ પુરાણમાં મળી આવે છે. જે પ્રમાણે દ્વાપર યુગમાં એક બળવાન મૂષક પરાશરના આશ્રમમાં આવીને મહર્ષિ પરાશરને ખૂબ દુખી કરતો. ઉત્પાતિ મૂષકે મહર્ષિ આશ્રમની માટીનાં વાસણો તોડી નાંખ્યા હતા, તેમજ આશ્રમમાં રાખેલું અનાજ નષ્ટ કરી દીધું. ઋષિઓનાં વસ્ત્રો અને ગ્રંથોને કતરી નાંખ્યા હતાં.
વધુ આગળ