Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મૂર્તિ ચોરી કરવાથી પુર્ણ થાય છે મનોકામના... તેથી અહી અનંત ચતુર્દશીના રોજ ગણેશજીની મૂર્તિ ચોરવામાં આવે છે

મૂર્તિ ચોરી કરવાથી પુર્ણ થાય છે મનોકામના... તેથી અહી અનંત ચતુર્દશીના રોજ ગણેશજીની મૂર્તિ ચોરવામાં આવે છે
, ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (18:00 IST)
અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જનના સમયે આ વખતે પણ ગણપતિ બપ્પાની ઘણી પ્રતિમાઓ ચોરી થશે. જેને લોકો શ્રદ્ધાભાવથી ઘરે સ્થાપિત કરી પૂજન કરે છે. આ ચોરી લગ્ન યોગ્ય છોકરા-છોકરીઓ કરે છે . આ પરંપરાના ચલણ બુંદેલખંડમાં થતુ હતુ, પણ  ધીમે-ધીમે બીજા ક્ષેત્રોના લોકો પણ કરવા લાગ્યા છે. 
ભગવાન શ્રીગણેશને સર્વ સિદ્ધિદાતા ગણાય છે. રિદ્ધિ-સિદ્દિના સ્વામી ભગવાન ગણેશની પ્રતિમાને લગ્ન યોગ્ય છોકરા-છોકરીઓ દ્વારા ગણેશ વિસર્જનના સમયે નદી કે તળાવના કાંઠેથી વિસર્જન પહેલા ચોરવામાં આવે છે. પછી એને ઘરના દેવસ્થળમાં સ્થાપિત કરી એની પૂજા અર્ચના કરવામાં આવે છે . જેથી તેમની મનોકામના પૂરી થઈ જાય છે. માન્યતા મુજબ ગણેશ ચતુર્થી પર સ્થાપિત ગણેશ પ્રતિમાનું  દસમા દિવસે વિસર્જનનું વિધાન છે. પણ લગ્ન યોગ્ય  છોકરા-છોકરીઓ તેમને એવુ કહીને ચોરી લે છે કે જ્યા સુધી અમારા લગ્ન નહી થાય, ત્યારે સુધી અમે તમને વિસર્જિત નહી કરીએ, જેની મનોકામના પૂરી થઈ જાય છે તેઓ મૂર્તિ વિસર્જિત કરી દે છે. 
 
માન્યતા છે કે મૂર્તિ ચોરનારનું એક વર્ષમાં જ લગ્ન  થઈ જાય છે. પૂર્વજો મુજબ જે માતા-પિતા પોતાના બાળકોના લગ્ન માટે પરેશાન રહે છે. એમના દ્વારા એમના દીકરા કે દીકરી પાસેથી  મૂર્તિ ચોરી કરાવવામાંં આવે છે. જેથી આવનારી ગણેશ ચતુર્થી કે ગણેશ ઉત્સવ પહેલા એમના લગ્ન થઈ જાય છે.  આનુ ચલણ  પહેલા ગામના વિસ્તારોમાં હતુ, પણ ધીરે-ધીરે આ અનેક ક્ષેત્રોમાં કરવામાં આવી રહ્યુ  છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રાદ્ધ કરવાના 12 નિયમ, શ્રાદ્ધ કરતી વખતે આટલુ ધ્યાન રાખો