Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફ્રેંડશિપ ડે મતલબ નવા સંબંધો કેળવવાનો અનોખો મોકો...

ફ્રેંડશિપ ડે મતલબ નવા સંબંધો કેળવવાનો અનોખો મોકો...
Good friends around
મિત્રતાને એક તાંતણે બાંધવાના આ ફ્રન્ડશીપની શરૂઆત ક્યારથી થઇ એ અંગે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. પરંતુ સૌ પ્રથમ અમેરિકામાં 1935માં ઓગસ્ટના પ્રથમ રવિવારે ફ્રેંડશીપ ડે ઉજવાયાનું માનવામાં આવે છે. એ પછી આ તહેવારે મોટુ સ્વરૂપ લઈ લીધું છે. આજે આખા વિશ્વની અંદર આ દિવસને એક ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. દુનિયાના મોટા ભાગના દેશોની અંદર દરેક ઉંમરના લોકો આ દિવસને પોતાના અલગ અંદાજથી ઉજવી રહ્યા છે.

આપણા જીવનમાં મિત્ર એક અનોખો જ ભાગ ભજવે છે ત્યારે આ સંબંધને વધુ ગાઢ બનાવવા માટે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. સાથોસાથ આ દિવસથી નવી મિત્રતા બંધાય છે. જો ફ્રેંડશીપ ડે વિશે ભારતની વાત કરીએ તો આજે અહીં પણ વર્ષે વર્ષે આ દિવસની ઉજવણી વધુ થઈ રહી છે. ખાસ કરીને યુવાનોમાં આનો ક્રેજ વધી રહ્યો છે. સ્કુલ, કોલેજોમાં વિદ્યાર્થીઓ ખુબ જ ધામધુમથી ફ્રેંડશીપ ડે ઉજવી રહ્યા છે.

ફ્રેંડશીપ ડે ઉજવવાની પણ દરેક મિત્રોની અલગ અલગ રીત હોય છે, જેમકે કોઈ આ દિવસે પોતાના મિત્રો સાથે બહાર પીકનીક જાય છે, કોઈ ગીફ્ટ આપે છે, તો વળી કોઈ કાર્ડ શુભેચ્છા વ્યક્ત કરે છે. પણ આજના હાઇફાઇ યુગમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધતાં મોટા ભાગના યુવાનો પોતાના મિત્રોને ઇ-મેલ કે મેસેજ દ્વારા પોતાની મૈત્રીની શુભેચ્છાઓ પાઠવે છે. દુર હોવા છતાં મિત્રો વેબ કેમેરા દ્વારા પોતાના મિત્રો સાથે જુના સંસ્મરણ તાજા કરી પોતાની મૈત્રી યાદ કરી લે છે.

Share this Story:

Follow Webdunia gujarati