જીવનને અનુભવ કરવા માટે મિત્રતા, દોસ્તી જરૂરી છે, પણ મિત્ર બે વ્યક્તિની વચ્ચે જ હોય એ જરૂરી તો નથી. જેની પ્રત્યે તમને લાગણી હોય, જેની સાથે આપણુ મન લાગે એ આપણા મિત્ર છે.
કેટલાક લોકો ચોપડીઓને મિત્ર માને છે , કેટલાક લોકો પ્રકૃતિને મિત્ર માને છે કેટલાક લોકો ભગવાનને પોતાના ખાસ મિત્ર માને છે. આવો જાણીએ કે માણસ સિવાય મિત્રતા કોની સાથે અને કેવી રીતે કરી શકાય છે.
1. દોસ્તી કરો ફૂલોથી જેથી તમારી જીવનના બાગ મહકતો રહે .
2. દોસ્તી કરો પંખીઓથી જેથી જીવન મહકતું રહે.
3. મૈત્રી કરો, રંગોથી જેથી આપણી દુનિયા રંગીન થઈ જાય .
4. દોસ્તી કરો, કલમથી જેથી સુંદર વાક્યોના સૃજન થતા રહે .
5. દોસ્તી કરો, પુસ્તકથી જેથી શબ્દ સંસાર માં વૃદ્ધિ થતી રહે.
6. દોસ્તી કરો, ઈશ્વરથી જેથી મનને શાંતિ મળે અને સંક્ટમાં એ અમારે કામ આવે
7. દોસ્તી કરો ખુદની સાથે, જેથી જીવનમાં કોઈ વિશ્વાસઘાત ના કરી શકે.
8. દોસ્તી કરો તમારા માતા-પિતા સાથે, જેથી જીવનમાં કોઈ વિશ્વાસઘાત ન કરી શકે .
9. દોસ્તી કરોતમારા ગુરૂ સાથે, જેથી એમના માર્ગદર્શન તમને ભટકવા ન દે.
10.દોસ્તી કરો તમારા હુનર સાથે, જેથી તમે આત્મનિર્ભર બની શકો .