Select Your Language
તારી મારી મિત્રતા
તારો મારો સાથ, જાણે બાગમાં ખીલતું ગુલાબ,કેવી તાજી અને સુવાસિત આપણી મિત્રતા છે.તારી મારી વાતો જાણે વસંતમાં મોર ગાતોકેટલી મીઠી અને સુરીલી આપણી મિત્રતા છે. તારો મારો વિશ્વાસ, જાણે મંદિરમાં ઈશ્વરનો વાસ,કેટલી સાચી અને પવિત્ર આપણી મિત્રતા છે.તારો મારો ઝઘડો જાણે હાથમાં રેતી પકડોકેટલી સીધી અને સાદી આપણી મિત્રતા છે. તારું મારું જીવન જાણે સમુદ્ર કિનારાનો પવનકેટલી કોમળ અને ઠંડી આપણી મિત્રતા છે.