Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિક્ષકમિત્રની અનિવાર્યતા..

શિક્ષકમિત્રની અનિવાર્યતા..

ગજેન્દ્ર પરમાર

W.DW.D
શિક્ષકમિત્રની વાત કરીએ તો, જ્યારે કોઈ શિક્ષક તમને મિત્રની જેમ ટ્રીટ કરે ત્યારે સમજવુ કે તે તમને તમારી રીતે શીખવાડવા માંગે છે. તમારી સાથે મિત્રની જેમ વાત કરે, તમને દરેક પુસ્તક વિશે માહિતી આપે, તમને શિક્ષણ સિવાય તમારી અંગતજીવની સમસ્યાઓને ઉકેલવા માટે પણ માર્ગદર્શન પૂરૂ પાડે, તમારી કારકિર્દી માટે પણ તેઓ તેમનો કિમતી સમય કાઢીને તમને યોગ્ય રસ્તો બતાવે આવા સાચા શિક્ષકમિત્ર ભાગ્યશાળીને જ સાંપડતા હોય છે.

પરંતુ કેટલાંક મુર્ખાઓ આ શિક્ષક મિત્ર સાથે ભાઈબંધની જેમ વ્યવહાર કરતા હોય છે, અને એક ભગવાન સમોવડિયા શિક્ષકને ગુમાવી બેસતા હોય છે. અહિ મને એક શિક્ષકે કહેલી વાત યાદ આવે છે-' તમારા શિક્ષક તમારી સાથે મિત્રતાભર્યુ વર્તન કરે એટલે એનો અર્થ એ નથી કે એ તમારા ભાઈબંધ થયા..'

શિક્ષકનું પણ જીવન માં એટલું જ મહત્વ હોય છે જેટલું મહત્વ આપણા જીવનમાં માતા-પિતાનુ હોય છે. ભેદ માત્ર એટલો જ છે કે માતા-પિતા બાળાકોને બાળકની જેમ રાખે છે અને શિક્ષક મિત્ર સમાન વર્તન કરીને તમને શિક્ષણ આપે છે,અને જો સારા શિક્ષકનો તમે છેડો પકડ્યો તો. નહીતર...? એવુ નથી બધા જ શિક્ષક વિધ્યાર્થીઓના હિતકારક હોય છે,

શિક્ષકોમાં પણ સારા-નરસા, સાચા-ખોટા, જ્ઞાની- દંભી આવા પ્રકાર હોય છે. પરંતુ જો તમે સારા શિક્ષકની આંગળી પકડી તો તમને એ રણમાંથી કાઢીને લીલોતરી પગદંડી પર લઈ જશે. અને તમારા જીવનનો બેડો પાર થઈ જશે.

શિક્ષકની આંગળી પકડતાની સાથે જ સમજવું કે અહીંથી દરીયો પણ શરૂ થઈ શકે અને ત્યાંથી રણ પણ શરૂ થઈ શકે છે. માત્ર જીવનમાં એક વાત યાદ રાખવી મિત્રો કે આપણે જેવી એક સારા શિક્ષક પાસેથી અપેક્ષા રાખીએ છીએ એવી અપેક્ષા આપણી પાસે શિક્ષક પણ રાખતા હોય છે.

જેમ આપણે જીવનમાં એક સાચો મિત્ર મેળવવાની વાત કરીએ છીએ તેવીજ રીતે આપણા જીવનમાં એક સારા શિક્ષક સાથેની મૈત્રી પણ અનિવાર્ય છે.

Share this Story:

Follow Webdunia gujarati