Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુએસ ફ્રેંડશીપ એમ્બેસડર દેશ

યુએસ ફ્રેંડશીપ એમ્બેસડર દેશ

ગજેન્દ્ર પરમાર

W.Dગજેન્દ્ર પરમાર


ફ્રેંડશીપ ડે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવાય છે. બધા જ ડેઝમાંથી આ એક અનોખો ડે વિશ્વના ઘણાબધા દેશોમાં ઉજવાય છે. પશ્ચિમી સંસ્કૃતિમાંથી આવેલો આ ડે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે મિત્રો પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. એક મિત્ર બીજા મિત્રને અનેક જાતની ભેટ ,ચૉકલેટ, ફૂલ, કાર્ડ આપે છે અને ફ્રેંડશીપ બેલ્ટ પણ બાંધે છે. અથવા બીજા અર્થમાં કહીયે તો પોતાની મિત્રતાને એ બેલ્ટ બાંધી અતૂટ બનાવે છે. આ દિવસે ઘણા યંગસ્ટરો નવા મિત્રો બનાવે છે. તેમની સાથે મિત્રતા કરવાનો તે ઈજહાર કરે છે. in this way they make some new friends...

જૂના મિત્રો આ દિવસે એકઠા થઈને તેમના ભૂતકાળના મજાના દિવસો ફરી તાજા કરે છે. અને હા બે મિત્રો વચ્ચે થયેલા અબોલાને બુચ્ચામાં બદલવાનો એટલે કે માફી માંગવાનો આ ખાસ દિવસ કહી શકાય. કારણ કે આ દિવસે બધી જ ગેર સમજો , ભેદભાવ ભુલી જઈને ફરી મિત્રતાના તાંતણે બંધાઈ જવાય છે.


ફ્રેંડશીપ ડેનો ઇતિહાસ 73 વર્ષ જૂનો છે, છતાં તેના વિશે સાહિત્ય નહિવત છે. દરેકના જીવનમાં મિત્રો તો હોય જ છે. મિત્રો જીવનમાં હકારાત્મક ભૂમિકા ભજવતા હોય છે. આ જ મર્મને યુનાઈટેડ સ્ટેટસ કોંગ્રેસે ઇ.સ.1935માં સમજી ગયુ હતું. અને સરકારે આ મિત્રતાને માન આપવા ઓગસ્ટના પ્રથમ રવિવારને ફ્રેંડશીપ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યાર બાદ આ દિવસ બીજા ઘણા દેશોમાં પણ ઉજાવા લાગ્યો. ઇ.સ.1997માં યુ.એસને winnie-the-pooh આપીને વિશ્વમાં ફ્રેંડશીપ એમ્બેસડર દેશની ખ્યાતી આપવામાં આવી

Share this Story:

Follow Webdunia gujarati