Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મિત્રો વચ્ચે છુપાયેલો ગાઢ પ્રેમ

મિત્રો વચ્ચે છુપાયેલો ગાઢ પ્રેમ
W.D

બે મિત્રો વચ્ચેના ગાઢ પ્રેમને વ્યક્ત કરવાનો દિવસ એટલે ફ્રેંડશીપ ડે.. જોજનો અંતર દૂર રહેનારા મિત્રોને મળવાની તક એટલે ફ્રેંડશીપ ડે.. બે હૃદય વચ્ચેના અંતરને ઘટાડવાની વેળા એટલે ફ્રેંડશીપ ડે.. ઉમર, અંતર, નાના-મોટાના દરેક જાતના ભેદને ભુલાવી માત્ર પ્રેમને જ વ્યાખ્યાયિત કરવાનો અને અભિવ્યક્ત કરવાનો દિવસ એટલે ફ્રેંડશીપ ડે...

મિત્ર' અને 'દિવસ' આ બે શબ્દો 'ફ્રેંડશીપ ડે'માં સમાયેલા છે. પરંતુ તે માત્ર મિત્ર-મિત્ર અને દિવસ-દિવસ એ શબ્દની સીમામાં જ બંધાયેલો નથી. તેના અર્થની વિશાળતા ઝળહળતા આકાશની જેમ અમાપ અને અસીમ છે. આ દિવસને નાના મોટેરા સૌ હર્સોલ્લાસથી ઉજવે છે.

પરંતુ યંગસ્ટરોમાં આ દિવસનો ક્રેઝ વધારે જોવા મળે છે. અને ભાઈ હોવો પણ જોઈએ કેમ!? કારણ કે યંગસ્ટરોએ તો આ દિવસને અત્યાર સુધી જીવંત રાખ્યો છે. દોસ્તો મિત્રનું જીવનમાં મહત્વ તે જ સમજી શકે છે જેણે જીવનમાં સાચો મિત્ર પામ્યો હોય. ખરેખર તો સાચા મિત્રથી જ્યારે અળગા થઈએ ત્યારે દિલમાં અચાનક વસી જતું સુમસામ નગર તે મિત્રની કદર કરતા શીખવાડે છે. આ મિત્રતામાં હું માત્ર છોકરા-છોકરી વચ્ચેના સંબંધની વાત નથી કરતો, પરંતુ જીવનમાં શિક્ષક તથા માતા-પિતા પણ મિત્રથી ઓછા નથી હોતા. કારણ કે તે આપણને મિત્રની જેમ જ દરેક બાબતોથી પરિચિત કરાવે છે. તે આપણને સાચુ માર્ગદર્શન આપી સાચાખોટાની પરખ કરાવે છે. પ્રગતિના પંથે સફળતા હાસલ કરવા માટે તેઓ સૌથી મોટુ પ્રેરણાબળ પૂરુ પાડે છે.

ગજેન્દ્ર પરમાર

Share this Story:

Follow Webdunia gujarati