Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફ્રેંડશીપ ડે ઉજવણીની બદલાતી ભાતો

ફ્રેંડશીપ ડે ઉજવણીની બદલાતી ભાતો

ગજેન્દ્ર પરમાર

W.Dપારૂલ શર્મા

ભારતમાં ફ્રેંડશીપડેની શરૂઆત પશ્ચિમી સંસ્કૃતિમાંથી આવી અને નવયુવાનોએ તેને સારો એવો આવકાર આપ્યો. ધીરેધીરે આખા ભારતમાં આ દિવસની ઉજવણી થવા લાગી.પરંતુ હવે તે માત્ર યંગસ્ટર્સનો જ ઈજારો રહ્યો નથી, નાનાથી લઈને મોટેરાઓ પણ હવે આ દિવસની ઉજવણીમાં ભાગીદાર બને છે.

ખાસ કરીને નવયુવાનોમાં ફ્રેંડશીપનો ક્રેઝ વધારે જોવા મળે છે. જેમજેમ સમય વિતતો ગયો તેમતેમ ભારતનો યુવાવર્ગ પણ સ્ટાઈલીશ, ફેશનીશ ગ્લેમરયુક્ત બનતો ગયો અને તેની સાથે સાથે ફ્રેંડશીપ ડે ઉજવવાની રીતો પણ મોઘી અને સ્ટાઈલીશ બનતી ગઈ.

પહેલા તો ફ્રેંડશીપ ડે હોય એટલે નવા કપડા પહેરીને કોલેજમાં જવાનું અને માત્ર હેંડશેક કરવાનો એટલે ફ્રેંડશીપ ડે પૂર્ણ. પરંતુ હવે નવા રંગબેરંગી કપડાની સાથે સાથે મોઘામાં મોઘો ફ્રેંડશીપ બેલ્ટ, બાઈક, પાર્ટી, મૂવી, પબ, ડાન્સ પાર્ટી વગેરે વગેરે..

આ દિવસની તૈયારીઓ અને તેની પ્લાનિંગ અઠવાડીયાથી ચાલુ થઈ જતી હોય છે. અને પાછી ક્યા કેટલો સમય કાઢવો તેની પળે પળની પ્લાનિંગ કરી લેવામાં આવતી હોય છે. સવારે કોલેજ પણ લેક્ચર બધા બંક, કેંટીનમાં બધાએ ભેગા થવાનું, કોલેજના સમય સુધી બધાને બેલ્ટ બાંધી દેવાના, બારથી ત્રણ મૂવી, હોટેલમાં લંચ, ગાર્ડનમાં આખી બપોર મસ્તી, નાસ્તા પાણી, અને રાત્રે તો દિવસ ઉગે, ડાન્સ પાર્ટી, પબ, વગેરેમાં જઈને મોજમસ્તી કરવાની અને આખુ વર્ષ આ દિવસની ઉજવણીને વાગોળવાની.

ફ્રેંડશીપ ડેની આવી ગ્લેમરલી ઉજવણી મોટાભાગની મેટ્રોસીટીમાં જ જોવા મળે છે.ભાઈ દરેકની રીત જુદી જુદી હોય છે ખરૂને મિત્રો..? તમે તમારા મિત્રો સાથે કઈ રીતે ફ્રેંડશીપ ડેની ઉજવણી કરી અમને ચોક્ક્સ જણાવો અને તમારા મિત્ર સાથે ફોટો પણ મેલ કરો.

Share this Story:

Follow Webdunia gujarati