Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાયદામાં ડોલર સામે રૂપિયામાં વધારો

વાયદામાં ડોલર સામે રૂપિયામાં વધારો

વેબ દુનિયા

મુંબઇ , શુક્રવાર, 7 ઑગસ્ટ 2009 (17:56 IST)
એમસીએક્‍સ સ્‍ટોક એક્‍સચેન્‍જ પર સમીક્ષા હેઠળના (31 જુલાઈથી 6 ઓગસ્‍ટ) સપ્તાહ દરમિયાન 1,48,173 સોદામાં રૂ.21,558.10 કરોડની કિંમતનાં 45,04,955 લોટનાં કામકાજ થયાં હતાં, જે આગલા સપ્તાહે રૂ.18,257.11 કરોડની કિંમતનાં 37,74,366 લોટનાં થયાં હતાં.

ઓગસ્‍ટ વાયદામાં 1,23,572 સોદામાં રૂ.18,256.95 કરોડનાં 38,16,405 લોટ, સપ્‍ટેમ્‍બર વાયદામાં 24,249 સોદામાં રૂ.3,261.50 કરોડનાં 6,80,308 લોટ, ઓક્‍ટોબર વાયદામાં 273 સોદામાં રૂ.20.52 કરોડનાં 4,274 લોટ, નવેમ્‍બર વાયદામાં 30 સોદામાં રૂ.9.03 કરોડનાં 1,878 લોટ અને ડિસેમ્‍બર વાયદામાં 18 સોદામાં રૂ.6.04 કરોડનાં 1,252 લોટનાં કામકાજ થયાં હતાં. 2010ના વાયદાઓમાં જાન્‍યુઆરી વાયદામાં 22 સોદામાં રૂ.2.07 કરોડનાં 428 લોટ, ફેબ્રુઆરીમાં 8 લોટ, માર્ચમાં 2 સોદામાં રૂ.1.94 કરોડનાં 400 લોટ અને જૂન વાયદામાં 2 લોટના વેપાર થયા હતા.

સપ્તાહનાં અંતે ઓપ્ન ઈન્‍ટરેસ્‍ટ ઓગસ્‍ટ વાયદામાં 3,13,361 લોટ, સપ્‍ટેમ્‍બર વાયદામાં 90,495 લોટ, ઓક્‍ટોબર વાયદામાં 4,194 લોટ, નવેમ્‍બર વાયદામાં 1,813 લોટ, ડિસેમ્‍બર વાયદામાં 757 લોટ, જાન્‍યુઆરી-10 વાયદામાં 1,131 લોટ, ફેબ્રુઆરી વાયદામાં 804 લોટ, માર્ચ વાયદામાં 697 લોટ, એપ્રિલ વાયદામાં 747 લોટ, મે વાયદામાં 649 લોટ અને જૂન-10 વાયદામાં 681 લોટના સ્‍તરે રહ્યો હતો.

વાયદાના ભાવોમાં 27 ઓગસ્‍ટનો વાયદો આગલા સપ્તાહનાં રૂ.48.44ના બંધ સામે રૂ.48.25 ખૂલી, સપ્તાહના અંતે રૂ.47.79 બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્‍ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.48.36 અને નીચામાં રૂ.47.46ના મથાળે અથડાયો હતો. ઓગસ્‍ટ વાયદામાં ડોલર સામે રૂપિયામાં 65 પૈસાનો સુધારો હતો, જ્‍યારે 28 સપ્‍ટેમ્‍બરનો વાયદો રૂ.48.46 ખૂલી, ઊંચામાં રૂ.48.47 અને નીચામાં રૂ.47.66 બોલાઈ સપ્તાહના અંતે રૂ.47.89ના સ્‍તરે બંધ રહ્યો હતો, જે આગલા સપ્તાહે રૂ.48.55ના મથાળે બંધ થયો હતો.

સપ્‍ટેમ્‍બર વાયદામાં ડોલર સામે રૂપિયામાં 66 પૈસાનો સુધારો હતો. 28 ઓક્‍ટોબરનો વાયદો રૂ.48.39 ખૂલી, સપ્તાહના અંતે રૂ.47.95 અને 26 નવેમ્‍બરનો વાયદો રૂ.48.69 ખૂલી, સપ્તાહના અંતે રૂ.48.01ના સ્‍તરે બંધ રહ્યા હતા. ઓક્‍ટોબર વાયદામાં રૂપિયો ડોલર સામે 70 પૈસા અને નવેમ્‍બર વાયદામાં સૌથી વધુ 72 પૈસા વધ્‍યો હતો. 29 ડિસેમ્‍બરનો વાયદો રૂ.48.70 ખૂલી, સપ્તાહના અંતે રૂ.48.14 બંધ થયો હતો.

ડિસેમ્‍બર વાયદામાં ડોલર સામે રૂપિયો 68 પૈસા સારો હતો. 2010ના વાયદાઓમાં સપ્તાહના અંતે જાન્‍યુઆરી વાયદો રૂ.48.24, ફેબ્રુઆરી રૂ.48.11, માર્ચ રૂ.48.40 અને જૂન રૂ.48.50ના સ્‍તરે બંધ રહ્યા હતા. ડોલર સામે રૂપિયામાં જાન્‍યુઆરી વાયદામાં 27 પૈસા, ફેબ્રુઆરીમાં 48 પૈસા અને જૂન વાયદામાં 13 પૈસાનો સુધારો હતો,

જ્‍યારે માર્ચ-2010ના વાયદો 1 પૈસા જેટલો મામૂલી ઢીલો હતો.રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ સપ્તાહના પ્રારંભે 31મી જુલાઈએ ડોલર સામે રૂપિયાનો રેફરન્‍સ રેટ 1 ડોલર બરાબર રૂ.48.16નો જાહેર કરાયો હતો, જે સપ્તાહનાં અંતે 6 ઓગસ્‍ટના રોજ 1 ડોલર બરાબર રૂ.47.58નો નિતિ કરાયો હતો.

કરન્‍સી વાયદાની સાપ્તાહિક વધધટ (31 જુલાઈથી 6 ઓગસ્‍ટ)
કોન્‍ટ્રેક્‍ટ્‍સ ખૂલી વધી ધટી બંધ આગલો બંધ વધધ
27-08-2009 48.25 48.36 47.46 47.79 48.44 -0.65
28-09-2009 48.46 48.47 47.66 47.89 48.55 -0.66
28-10-2009 48.39 48.54 47.78 47.95 48.65 -0.70
26-11-2009 48.69 48.69 47.09 48.01 48.73 -0.72
29-12-2009 48.70 48.70 47.70 48.14 48.82 -0.68
27-01-2010 48.85 48.86 48.12 48.24 48.51 -0.27
24-02-2010 48.57 48.60 47.69 48.11 48.59 -0.48
29-03-2010 48.40 48.40 48.40 48.40 48.39 0.01
28-06-2010 48.50 48.50 48.50 48.50 48.63 -0.13

Share this Story:

Follow Webdunia gujarati