એશિયાના શેર બજારમાં શુક્રવારે જોવા મળેલા સુધારાના પગલે મુંબઈ વિનિમય બજારમાં અમેરિકાના ચલણ સામે રૂપિયો વધીને ખૂલ્યો હતો .
પરંતુ એશિયાના કેટલાક ચલણો સામે ડોલરની વધી રહેલી મજબૂતીને કારણે આ સુધારો મર્યાદિત રહે તેવી વકી છે .
સવારે 9.05 કલાકે આંશિક રૂપાંતરક્ષમ રૂપિયો 48.82/83 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો જે ગુરુવારના 49.03/04 ના ભાવની તુલનાએ 21 પૈસાનો સુધારો દર્શાવે છે .