Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌભાગ્‍ય વૃદ્ધિ, પતિનાં દીર્ઘાયુ માટે વટસાવિત્રી વ્રતનો આજથી પ્રારંભ

સૌભાગ્‍ય વૃદ્ધિ, પતિનાં દીર્ઘાયુ માટે વટસાવિત્રી વ્રતનો આજથી પ્રારંભ
, ગુરુવાર, 12 જૂન 2014 (13:54 IST)
સૌભાગ્‍યવૃદ્ધિ, પતિનાં દીર્ઘાયુ માટે વિશિષ્ટ એવી વટસાવિત્રી વ્રતનો પ્રારંભ મંગળવારથી થયો છે. જયારે આ વર્ષે વ્રતની પૂનમ પણ ગુરુવારે આવી છે. પૂનમનાં દિવસે વડનો સ્‍પર્શ પણ દીર્ઘાયુ માટે ઉત્તમ માનવામાં આવ્‍યું છે.

   જયોતિષાચાર્ય કંદર્પભાઇ ત્રિવેદીએ જણાવ્‍યું કે સામાન્‍ય રીતે આ વ્રત જેઠ સુદ તેરશથી વટસાવિત્રી વ્રતનો પ્રારંભ થાય છે ત્‍યારે મંગળવાર સાંજથી જ તેરશનો પ્રારંભ થઇ જાય છે અને એ જ રીતે તા.૧૨મી જૂનનાં રોજ વ્રતની પૂનમ આવી છે, માટે આ જ દિવસે વટસાવિત્રી વ્રતની પૂર્ણાહુતિ થાય છે. આ દિવસે યોગ પણ સારાં છે. વડનો સ્‍પર્શ પણ દીર્ઘાયુ પ્રદાન કરનાર છે. જયારે પ્રજ્ઞાચક્ષુ યુવા કથાકાર કૃણાલભાઇ શાષાીજીએ જણાવ્‍યું કે સૌભાગ્‍યવતીસ્ત્રીઓ પોતાનાં પતિનાં દીર્ઘાયુ માટે આ વ્રત કરે છે. શાષાોમાં જે ઉલ્લેખ છે, તે અનુસાર વડની અંદર ભગવાન વિષ્‍ણુનો નિવાસ છે. આ વ્રત કરવાથીસ્ત્રીઓને સૌભાગ્‍યની પ્રાપ્તિ થાય છે. શક્‍ય હોય તો ત્રણ દિવસ દરમિયાન ઉપવાસ કરી શકાય છે અને જો તે ન થઇ શકે તો પૂર્ણિમાનાં દિવસે વડનું પૂજન કરવું, સાવિત્રી માતાનું પૂજન કરવું જોઇએ.

   આ વ્રત અગાઉ મદ્રદેશનાં રાજા અશ્વપતિએ પણ કર્યુ હોવાનાં પૌરાણિક ઉલ્લેખો છે. તેમણે આ સાવિત્રી કે જે ગાયત્રીનું જ સ્‍વરૂપ ગણાય છે, તેની ઉપાસના કરી હતી. ગાયત્રી મંત્રનાં જાપ-અનુષ્ઠાન દ્વારા તેમને ત્‍યાં સાવિત્રી માતાનો પ્રાદુર્ભાવ થયો હતો.

   આ ત્રણ દિવસ દરમિયાન ‘ઓમ્‌ શ્રીસાવિત્રીદેવ્‍યૈ નમઃ' - મંત્રનો જાપ અથવા અનુષ્ઠાન કરી શકાય છે. જેનાથી આત્‍મબળની વૃદ્ધિ અને પતિનાં દીર્ઘાયુની પ્રાપ્તિ તથા માતાજીની વિશિષ્ટ કૃપા પ્રાપ્ત થઇ શકે છે. પૂનમનાં દિવસે રાત્રિ જાગરણનું પણ વિધાન છે.


Share this Story:

Follow Webdunia gujarati