આજે પોષી પુનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસ. એક લોકવાયકા મુજબ જ્યારે પહેલાં ભયંકર દુકાળ પડ્યો હતો ત્યારે લોકોએ ભેગા મળીને મા અંબાની આરાધના કરી હતી અને માતાએ પ્રસન્ન થઈને પૃથ્વી પર વિવિધ પ્રકારના શાકભાજી અને ફળફળાદી ઉત્પન્ન કર્યા હતાં. ત્યારથી તેમને મા શાકભંરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય તેમણે માનવજાતને અસુરના ત્રાસથી બચાવીને મહિષાસુરનો વધ કર્યો હતો તો તેમને મહિષાસુરમર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે.
માતાના હૃદયનો ભાગ ગબ્બર પર પડ્યો હોવાથી બધી જ શક્તિપીઠોમાંથી આ શક્તિપીઠનું મહત્વ વધારે છે. શક્તિપીઠ અંબાજીમાં આજના દિવસે વિશેષ પુજા અર્ચના અને યજ્ઞ હોય છે. મંદિરને સુંદર રીતે શણગારીને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે અને ધામધુમપુર્વક આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે.