Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિનમ્ર ભક્ત બજરંગબલી

હનુમાન જયંતી વિશેષ

વિનમ્ર ભક્ત બજરંગબલી
sandeep sisodiya
દુનિયા ચાલે ન શ્રીરામ કે બિના
રામજી ચાલે ન હનુમાન કે બિના
પાર ન લગોગે શ્રીરામ કે બિના
રામજી મિલે ન હનુમાન કે બિના

નબળા લોકો કાયમ મજબૂરીને કારણે વિનમ્ર હોય છે. પરંતુ જો શક્તિશાળી વ્યક્તિ વિનમ્ર છે તો ચોક્કસ એ બુધ્ધિ અને બળથી પરિપૂર્ણ છે. ડરપોક રાજા સુગ્રીવની સામે હનુમાનજી પણ વિનમ્ર રહેતા હતા અને સર્વશક્તિમાન પ્રભુ શ્રીરામના સમક્ષ પણ.

રામ અને સુગ્રીવ બંનેનુ કામ હનુમાનજી વગર એક ક્ષણ પણ ચાલે તેમ નહોતુ. છતા હનુમાનજી વિનમ્રતાપૂર્વક હાથ જોડીને ઉભા રહેતા હતા. રાવણે હનુમાનજીની વિનમ્રતાનુ સન્માન નહોતુ કર્યુ, પરંતુ તેમનુ અપમાન કર્યુ. જેનુ પરિણામ રાવણને ભોગવવુ પડ્યુ.

હનુમાનજીએ લંકામાં આવેલ તેમના મહેલને રાખ કરી દીધો. લોકો કહે છે કે તેમને આખી લંકા સળગાવી દીધી જ્યારે કે આવુ નથી. હનુમાનજીએ રાવણના અપરાધની સજા ફક્ત રાવણને જ આપી. રાવણ્રના જ આખા મહેલને ખાક કરી નાખ્યો અને કહ્યુ કે બીજીવાર જ્યારે હું આવીશ ત્યારે તારી જીવનલીલા સમાપ્ત થતી જોવા જ આવીશ.

બુધ્ધિ અને શક્તિ જ્યારે ક્રૃધ્ધ થાય છે ત્યારે તેના પર કોઈનુ પણ નથી ચાલતુ. જે લોકો જાણતા-અજાણતા રામ કે હનુમાનજીનો ઉપહાસ કે અપમાન કરે છે તેઓ નથી જાણતા કે તેઓ કયા નરકમાં ધકેલાઈ રહ્યા છે.

webdunia
N.D
આપણી પાસે બે-બે મહાવીર છે એક છે હનુમાન તો બીજા છે વર્ધમાન. એક પરમ ભક્ત છે તો બીજા અહિંસાના પૂજારી. અહિંસક થયા વગર ભક્ત પણ નથી થઈ શકાતુ. અજર-અમર જય હનુમાન કહેવા માત્રથી જ બધા સંકટ મટી જાય છે.

અંજની પુત્ર - હનુમાનના પિતા સુમેરુ પર્વતના રાજા કેસરી હતા અને તેમની માતાનુ નામ અંજના હતુ. તેથી તેમને અંજની પુત્ર કહેવામાં આવે છે.

પવન પુત્ર - તેમણે વાયુ દેવતાના પુત્ર પણ માનવામાં આવે છે, તેથી તેમનુ નામ પવન પુત્ર હતુ. એ કાળમાં વાયુને મારુત પણ કહેવામાં આવતા હતા. મારુત અર્થાત વાયુ, તેથી તેમને મારુતિ નંદન પણ કહેવામાં આવે છે. આમ તો પવનના વેગના સમાન ઉડવાની શક્તિ હોવાને કારણે પણ આ નામ આપવામાં આવ્યુ.

હનુમાન : ઈન્દ્રના વજ્રથી હનુમાનજીની હનુ(દાઢી)તૂટી ગઈ, ત્યારથી તેમનુ નામ હનુમાન પડી ગયુ.

બજરંગબલી - વજ્રને ધારણ કરનારા અને વજ્રના સમાન કઠોર અર્થાત બળવાન શરીર હોવાને કારણે તેમણે વજ્રાંગબલી તરીકે ઓળખવામાં આવ્યા. અર્થાત વજ્ર જેવા અંગવાળા બળશાળી. પરંતુ આ શબ્દ વજ્ર અને અવધિના સંપર્કમાં આવીને બજરંગબલિ થઈ ગયો. બોલચાલની ભાષામાં બનેલો બજરંગબલી પણ સુંદર શબ્દ છે.

Share this Story:

Follow Webdunia gujarati