Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેંગશુઈ અને સીડિયોનો પ્રભાવ

ફેંગશુઈ અને સીડિયોનો પ્રભાવ
N.D

જો ઘરની અંદર વાસ્તુ દોષ હોય તો મનુષ્યને પોતાના ભાગ્યનું અડધું જ ફળ મળે છે. આત્મવિશ્વાસની અંદર ઉણપ આવી જાય છે અને સાથે સાથે તણાવ પણ વધી જાય છે. મકાનનું નિર્માણ જો વાસ્તુને અનુરૂપ થાય તો માણસને સફળતા મળે છે.

વાસ્તુને અનુકૂળ મકાનની અંદર ચી ઉર્જા વહે છે અને તે વૈભવ અને આરામ આપે છે. મકાનની સીડીયો ચી ને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સહાયક થાય છે. તેથી સીડીઓની દિશા, સંખ્યા અને બનાવટને ધ્યાનમાં રાખીને ચી ઉર્જાની અંદર વૃદ્ધિ કરી શકાય છે.

* સીડીઓ હંમેશા પુર્વથી પશ્ચિમ કે ઉત્તરથી દક્ષિણ તરફ ઉંચાઈએ જનારી હોવી જોઈએ. આ રીતે પુર્વ અને ઉત્તરની ચી ઉર્જા મકાનની અંદર ઉપર સુધી પ્રવાહિત થાય છે.

* જો મકાનની અંદર પૂર્વથી પશ્ચિમ તરફ જતી સીડીઓ હોય તો મકાન માલિકને લોકપ્રિયતા મળે છે.

* જો મકાનની અંદર ઉત્તરથી દક્ષિણ તરફ જતી સીડીઓ હોય તો મકાનના માલિકને ધનની પ્રાપ્તિ થાય છે.

* દક્ષિણ દિવાલને સહારે સીડીઓ હોય તો ધનદાયક હોય છે.

* સીડીઓની વિષમ સંખ્યાને શુભ માનવામાં આવે છે.

* ઘુમાવદાર સીડીઓને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ તે ક્લોક્વાઈઝ હોવી જોઈએ.

* સીડીઓ જો સીધી હોય તો ડાબી બાજુ ઉપર જવી જોઈએ.

* ભુલીને પણ મકાનની વચ્ચેના ભાગમાં સીડીઓ ન બનાવશો નહિતર તેનાથી મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.

* પૂર્વ દિશાની અંદર સીડીઓ હોય તો હૃદય રોગ થવાની શક્યતા વધી જાય છે.

* જો સીડીઓ ચક્રાકાર સર્પીલ હોય તો ચી ઉર્જા ઉપરની તરફ પ્રવાહિત નથી થઈ શકતી, જેનાથી ભવનના માલિકને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

* ઈશાન ખુણામાં જો સીડી બનાએલી હોય તો તે પુત્ર સંતાનમાં બાધક બને છે.

* મુખ્ય દ્વારની સામે સીડી બનેલી હોય તો તે પ્રગતિમાં અવરોધરૂપ છે અને તે આર્થિક અવસરોને સમાપ્ત કરી દે છે.

* સીડીઓની નીચે ક્યારેય પણ પૂજારૂમ બનાવવો જોઈએ નહિ.

* મકાન બનાવતી વખતે તે વાતનું ધ્યાન રાખવું કે ઘરના મુખ્ય દ્વાર પર ઉભેલી વ્યક્તિને સીડીઓ ન દેખાઈ પડવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati