Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેંગશુઈને અનુસાર ઘરની છત બનાવડાવો

ફેંગશુઈને અનુસાર ઘરની છત બનાવડાવો
W.D
* છતનું નિર્માણ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે છત ત્રાસી ડિઝાઈનવાળી ન હોય. આનાથી ડિપ્રેશન અને સ્વાસ્થ્ય સંબંધી બીજી મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે.

* ઘરમાં છતની ઉંચાઈ ખુબ જ મહત્વની છે. સામાન્ય રીતે જોવામાં આવે તો એક સારી છતની ઉંચાઈ 10 થી 12 ફુટ સુધી હોવી જોઈએ. આનાથી સકારાત્મક ઉર્જા 'ચી'નો પ્રભાવ સારી રીતે થાય છે પરંતુ જો આવું ન થતું હોય અને ઉંચાઈ 8.5 ફુટની જ થતી હોય તો તે તમારા માટે ઘણી બધી મુશ્કેલીઓ ઉત્પન્ન કરી શકે છે અને જીવનમાં આગળ વધવું મુશ્કેલ થઈ જાય છે.

* ઘરને મોટુ અને સુંદર દેખાડવા માટે ઘણાં લોકો છત પર પણ અરીસાઓ લગાવે છે. આ યોગ્ય નથી. ફેંગશુઈને અનુસાર જો તમે આવું કરશો તો તમારી વિચારશક્તિ નકારાત્મક ઢંગથી કામ કરશે અને જીવનમાં આગળ વધવામાં મુશ્કેલી આવે છે. દિવાલો પર અરીસાનો ઉપયોગ એક હદ સુધી જ ઠીક છે.

* છતની શોભા સ્કાઈલાઈટ વડે થાય છે. ફેંગશુઈને અનુસાર આ લાઈટોથી જીંદગીમાં સારીતકો મળે છે અને આનો સમય પણ વધતો જાય છે. આ જ રીતે ઓફીસોમાં પણ સ્કાઈલાઈટનો ઉપયોગ તમારા કેરિયરના વિકાસ માટે મદદગાર હોય છે, પરંતુ હા બેડની એકદમ ઉપર સ્કાઈલાઈટનો ઉપયોગ ન કરશો. આનાથી ઘણી માત્રામાં સકારાત્મક ઉર્જા શોષાઈ જાય છે.

* ફેંગશુઈને અનુસાર બીમની નીચે સુવુ, કામ કરવું કે બેસવું યોગ્ય નથી માનવામાં આવતું. જો નિર્માણમાં બીમનો ઉપયોગ કરવો જ હોય તો તેની નીચે કોઈ પણ પ્રકારનું કામ કરવાથી બચો.

* છત માટે સફેદ રંગને સૌથી સારો માનવામાં આવે છે. આનાથી તમારા જીવન પર સકારાત્મક અસર પડે છે અને સકારાત્મક ઉર્જા 'ચી' ની ગતિશીલતા જળવાઈ રહે છે. જો તમે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરીને ડિઝાઈન બનાડાવવા માંગતા હોય તો સફેદ રંગની પસંદગી કરીને સામાન્ય ડિઝાઈન જ બનાવડાવો.

Share this Story:

Follow Webdunia gujarati