Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્રિસ્ટલ દ્વારા સંબંધોમાં લાવો મીઠાસ

ક્રિસ્ટલ દ્વારા સંબંધોમાં લાવો મીઠાસ
PARUL
W.D
દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે કોઈ તેને પ્રેમ કરે, તેના ઘરમાં સુખ-શાંતિ હોય અને બધા જ ભેગા મળીને રહે. ઘરમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો ખુણો પ્રેમ, રોમાંસ તેમજ સ્નેહનો ખુણો છે. આ ક્ષેત્રનું તત્વ માટી છે. તેથી આ ખુણાની શક્તિ વધારવા માટે એક ઉપાય કરો.

સાચા સ્ફટિકના બે ગોળા લાવો. તેનાથી તમારા બેડરૂમનો દક્ષિણ-પશ્ચિમ ભાગનો ખુણો સક્રિય થઈ જાય છે. આનાથી તમારા સંબંધોમાં મધુરતા આવે છે. પ્રેમ પ્રગાઢ થાય છે. પરિવારના સભ્યોના સ્વભાવમાં પરિવર્તન થવા લાગે છે. જો આ સ્ફટિકનો પ્રયોગ બેઠકમાં કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ આવે છે. પારિવારીક સભ્યોના સંબંધો પણ વિકસિત થાય છે. સાચા સ્ફટિકના ગોળાને શુદ્ધ કરીને નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે તેમને ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી મીઠાના પાણીમાં મુકી રાખવા પડે છે. દરેક ગોળાને ચાર ચમચી મીઠું નાંખીને એક કાચના ગ્લાસ પાણીમાં ડુબોળી રાખો. મીઠાના પાણીમાં એક અઠવાડિયા સુધી સ્ફટિકના ગોળાને શુદ્ધ કર્યા બાદ તેમને નળના શુદ્ધ પાણી વડે ધોઈ લો અને તેને માટીના વાસણમાં મુકો.

ત્યાર બાદ તેને સવારના તડકામાં ત્રણ કલાક સુધી રાખી મુકો. ત્યાર બાદ આ સ્ફટિકને તડકામાંથી લઈને તમારા ડાબા હાથની હથેળી પર મુકો અને પોતાની જમણી હથેળી તેની પર ઢાંકી દો અને આંખો બંધ કરીને પોતાના સ્મૃતિ પટલ પર પારિવારીક સભ્યોના મધુર સંબંધવાળા ચિત્ર ઉપસાવો. આ સારો પ્રયોગ છે આનાથી તમારા પરિવારનું એકજુટ રહેવાનું સપનું પુર્ણ થશે. એક બીજો પ્રયોગ પણ કરો.

Share this Story:

Follow Webdunia gujarati