Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેંગશુઈ પ્રમાણે શયનકક્ષ

ફેંગશુઈ પ્રમાણે શયનકક્ષ
, રવિવાર, 3 જૂન 2007 (10:40 IST)
ફેંગશુઈ બતાવશે તમારો શયનકક્ષ (બેડરુમ) કેવો હોવો જોઈએ.

- ફેંગશુઈ કહેછે કે તમારા પલંગને તમારા દરવાજાની સામે ન રાખતા., જ્યાં તમે તમારા પગ મૂકતા હોય. પલંગની દિશામાં દર્પણ લગાવવાથી બચો. પલંગને હંમેશા એક ખૂણામાં રાખો. પલંગને બારીની દિશામાં નહિ રાખવો જોઈએ કારણકે ચમક ઉર્જાને આકર્ષિત કરે છે.
- શયનકક્ષ પશ્ર્ચિમ દિશામાં હોવો જોઈએ.

- પલંગ નક્કર હોવું જોઈએ તથા તે વધારે લચીલું ન હોવું જોઈએ. ' વોટર-બેડ' ની ભલામણ ત્યાં સુધી નથી કરવામાં આવતી, જ્યાં સુધી કે કોઈ સ્વાસ્થ્ય સંબંધી કારણ હાજર ન હોય. નક્કર તકિયાને પ્રાથમિકતા આપવી જોઈએ. પલંગ અભરાઈ, કબાટ અથવા વજનદાર ચિત્રો નાં ઉંબરાની નીચે સ્થિત ન હોવું જોઈએ. પલંગમાં દર્પણ લગાવેલું ન હોવું જોઈએ

- સંગીતમય ઘડિયાળ શયનકક્ષમાં રાખવી જોઈએ, કારણ કે આ સકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે. યાદ રાખો કે ઘડિયાળની અવાજ મૃદુ અને મીઠી હોવી જોઈએ, કારણ કે યોગ્ય સંતુલન ફેંગશુઈનો આધાર છે. ઘડિયાળને દરવાજા નાં ઉપરના ભાગ પર ન મૂકવી જોઈએ. જે ઘડિયાળોએ કામ કરવાનું બંધ કરી દીધું છે, તેમને તાત્કાલિક બદલી દેવી જોઈએ, કારણ કે તે ખોટું પરિણામ આપી શકે છે, નહીં તો તેમને જલ્દીથી સુધરાવી લો
-
એવું દર્પણ ન લગાવવું જોઈએ, જે તમારા પલંગની છબી પરાવર્તિત કરતું હોય. ફેંગશુઈ ભલામણ કરે છે કે પોતાના શયન કક્ષમાં ક્યારેય પણ ટીવી ન રાખો, કારણ કે આ દર્પણની જેમ પરાવર્તનનું કાર્ય કરે છે અને આમાં ઘણી વધારે ઊર્જા સમાવેલી રહે છે.

- શયનકક્ષમાં પ્રકાશનો સ્ત્રોત બાજુમાં હોવો જોઈએ. પલંગની બરાબર ઉપર હાજર લાઇટ, ઊંઘ અને તાણને જન્મ આપી શકે છે અને ઊંઘ ન આવવાનું કારણ બની શકે છે. આછી પ્રકાશ વ્યવસ્થા આરામ અને શાંતિ આપે છે.

Share this Story:

Follow Webdunia gujarati